• રવિવાર, 19 મે, 2024

ભુજના નાગોર ફાટક પાસે જુગાર રમતી બે મહિલા સહિત ચાર પકડાયા

ભુજ, તા. 6 : શહેરની ભાગોળે નાગોર ફાટક આગળ ઝાડ તળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી બે મહિલા સહિત ચાર ખેલીને પોલીસે ઝડપી પાડયા હતા. ભુજની બી-ડિવિઝનની પોલીસ ચૂંટણી અનુસંધાને આજે બપોરે પેટ્રોલિંગમાં હતી ત્યારે નાગોર ફાટક પાસે પહોંચતાં ખાનગી બાતમી મળી હતી કે, છોકરીઓના મદરેસાની પાછળ છૂટાછવાયા મકાનમાં ઇસ્માઇલ મિયાત્રાના મકાનની પાછળ લીમડાના ઝાડ નીચે જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં ગોળ કુંડાળું કરીને તીનપત્તીનો હાર-જીત જુગાર રમતા બસીર હારૂન મમણ, મોસીન આદમ સાડ અને નેહાબેન ઉર્ફે નયનાબેન મનીષ સોની તથા રક્ષાબેન અવનીશ ઠાકોર (રહે. તમામ ભુજ)ને રોકડા રૂા. 24,400ના મુદ્દામાલ સાથે બી-ડિવિઝન પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang