• રવિવાર, 19 મે, 2024

કોહલી સર્વશ્રેષ્ઠ બેટધર : બાબર

લાહોર, તા. 6 : પાકિસ્તાનની લિમિટેડ ઓવર્સના કેપ્ટન બાબર આઝમે કહ્યંy છે કે વિરાટ કોહલી ભારતનો સર્વશ્રેષ્ઠ બેટસમેન પૈકિનો એક છે. આગામી ટી-20 વર્લ્ડ કપમાં તેના પર અંકુશ મૂકવા અમે રણનીતિ બનાવી રહ્યા છીએ. ટી-20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ગ્રુપ મેચમાં તા. 9 જૂને ન્યૂયોર્કમાં ટક્કર થવાની છે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે રવાના થતાં પૂર્વેની પત્રકાર પરિષદમાં બાબર આઝમે કહ્યંy કે કોઈપણ ટીમ વિરોધી ટીમના સર્વશ્રેષ્ઠ બેટધરને અંકુશમાં રાખવા રણનીતિ બનાવે છે. અમે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલી સામેની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે બીજી ટીમના તમામ 11 ખેલાડી સામે રણનીતિ બનાવીએ છીએ. અમને ન્યૂયોર્કની પરિસ્થિતિ વિશે બહુ જાણકારી નથી, પણ ખબર છે કે વિરાટ કોહલી સર્વશ્રેષ્ઠ બેટધર છે અને તેની સામે રણનીતિ બનાવવાની છે. તકે પાક. કેપ્ટન બાબર આઝમે એવી આશા વ્યક્ત કરી કે ગેરી કર્સ્ટનને કોચ બનાવતા ટીમનો ગ્રાફ ઊંચો આવશે. કર્સ્ટનને પાક.ની વન ડે અને ટી-20 ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. બાબર કહે છે તેઓ ઘણા અનુભવી છે. તેમની હાજરીથી અમને જરૂર ફાયદો થશે. તકે બાબરે સ્પષ્ટતા કરી કે ટીમમાં આગેવાનીને લઈને કોઈ વિવાદ નથી. બોર્ડ પૂરી રીતે ખેલાડીઓની સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang