• રવિવાર, 19 મે, 2024

દળોએ તોયબાના ટોચના કમાન્ડર સહિત ત્રણ આતંકીનો ખાતમો બોલાવ્યો

શ્રીનગર, તા. 7 : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એક અથડામણ દરમ્યાન લશ્કરે તોયબાના એક ટોચના કમાન્ડર સહિત ત્રણ આતંકીનો ખાતમો બોલાવી દીધો હતો. દળોએ જેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું એવા બાસિત ડારને ઢેર કરવામાં સફળતા મેળવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળ્યા બાદ ગઈ રાત્રે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી. ત્રાસવાદીઓ જે ઘરમાં છૂપાયા હતા, તે ઘરમાં  સુરક્ષા દળોએ વિસ્ફોટ કર્યો હતો, જેને લીધે ઘરમાં આગ લાગી ગી હતી. માર્યા ગયેલા બંને આતંકીના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા.  તોયબાનો ટોચનો કમાન્ડર બાસિત ડાર અનેક લોકોની હત્યામાં સામેલ હતો, તો બીજા આતંકીનું નામ ફહીમ અહમદ હતું. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ચોથી મેના પણ એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો, તો ચાર અન્ય ઘવાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang