• સોમવાર, 20 મે, 2024

કેજરીવાલને સુપ્રીમની રાહત ન મળી

નવી દિલ્હી, તા. 7 (પીટીઆઈ) : દિલ્હી શરાબનીતિ કૌભાંડમાં આજે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શકાય માટે તેમને વચગાળાના જામીન અંગે કોઈ આદેશ આપ્યા વિના બે જજની બેન્ચ ઊઠી ગઈ હતી. કથિત દિલ્હી શરાબનીતિ કૌભાંડથી જોડાયેલા નાણાંની ગેરકાયદે હેરફેર કેસમાં કેજરીવાલ આરોપી છે. અદાલતે જામીનનો વિરોધ કરી રહેલી ઇડીને જણાવ્યું કે, અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવા વર્તમાન મુખ્યમંત્રી છે. ચૂંટણી પાંચ વર્ષે એક વખત આવતી હોય છે. અદાલતે કેજરીવાલને પણ જણાવ્યું કે, જો અમે તમને જામીન આપીએ તો તમે સત્તાવાર કામગીરી નહીં કરી શકો. અમે નથી ઇચ્છતા કે તમે સરકારમાં કોઇ?દખલ કરો. જો ચૂંટણી ચાલી રહી હોત તો વચગાળાના જામીનનો કોઇ?સવાલ ઉત્પન્ન થયો હોત. સવારે 10 વાગ્યે સુનાવણી શરૂ થઈ ત્યારે કેજરીવાલના વચગાળાના જામીન અંગે ચુકાદો અનામત રાખનારા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે બપોરે બે વાગ્યે ચુકાદો જાહેર કરવાનું કહ્યા બાદ આદેશ આપ્યા વિના બેન્ચ ઊઠી ગઈ હતી. બાદમાં  કેજરીવાલ તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવી અને ઈડીના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુની દલીલો સાંભળ્યા બાદ બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તપાસ એજન્સી તરફથી ઉપસ્થિત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કેજરીવાલને લોકસભા ચૂંટણીના કારણોસર જામીન આપવાનો તીવ્ર વિરોધ કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરને વચગાળાના જામીન મંજૂર કરવા  રાજકારણીઓ માટે એક અલગ વર્ગ?ઊભો કરશે. લોકોમાં ખોટો સંદેશ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang