• રવિવાર, 19 મે, 2024

ભારતની મહિલા અને પુરુષ રિલે ટીમ પેરિસ ઓલિમ્પિકમાં કવોલિફાય

નાસાઉ (બહામાસ), તા. 6 : ભારતની મહિલા અને પુરુષ 4 બાય 400 મીટર રીલે ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ છે. બન્ને ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ રીલે ચેમ્પિયનશિપમાં બીજાં સ્થાન પર રહી ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવામાં સફળ રહી હતી. રૂપલ ચૌધરી, એમ. આર. પૂવમ્મા, જ્યોતિકા અને શુભા વૈંકટેશની મહિલા ટીમ 3 મિનિટ અને 29.3 સેકન્ડના સમય સાથે બીજાં સ્થાન પર રહી હતી. રીલે રેસમાં જમૈકાની મહિલા ટીમ 3:28.4 સેકન્ડ સાથે પહેલા નંબર પર રહી હતી જ્યારે ભારતની પુરુષ રીલે ટીમ મોહમ્મદ અનસ, મોહમ્મદ અઝમલ, રાજીવ અને અમોલ જેકેબે 3:23.23 સેકન્ડ સાથે બીજાં સ્થાને રહી હતી. 4 બાય 400 મીટર  રીલે રેસમાં અમેરિકી ટીમ 2:9.9 સેકન્ડના સમય સાથે પહેલા ક્રમ પર રહી હતી. ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતના 19 ખેલાડી અત્યાર સુધીમાં પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલીફાય થયા છે. સ્ટાર જ્વેલિયન થ્રોઅર નિરજ ચોપરા વખતે પણ ચંદ્રકનો પ્રબળ દાવેદાર છે. પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધાઓ 1 ઓગસ્ટથી શરૂ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang