• શનિવાર, 04 મે, 2024

યશસ્વીના સથવારે રાજસ્થાનની જીત

જયપુર, તા. 22 : ઓપનર યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક અણનમ સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઇપીએલ-2024માં સતત બીજી વખત ત્રીજી જીત મેળવી હતી. 38મી મેચમાં ટીમે મુંબઇ?ઇન્ડિયન્સને નવ વિકેટે પરાજય આપ્યો હતો. રાજસ્થાન પોઇન્ટ ટેબલે ટોચ પર મજબૂત બની છે, જ્યારે મુંબઇએ સતત પાંચમી મેચ ગુમાવી હતી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઇએ ટોસ જીતી દાવ લીધા બાદ 20 ઓવરમાં નવ વિકેટ?ગુમાવી 179 રન બનાવ્યા હતા. રાજસ્થાને 18.4 ઓવરમાં એક વિકેટના ભોગે લક્ષ્ય મેળવ્યું હતું. જયસ્વાલે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. રાજસ્થાનના ઓપનર યશસ્વી જયસ્વાલે મુંબઇના બોલરોને હંફાવ્યા હતા. તેણે માત્ર 60 દડામાં નવ ચોગ્ગા અને સાત છગ્ગાની રમઝટ?બોલાવી અણનમ 104 રન બનાવ્યા હતા. જોસ બટલરે 35 અને કપ્તાન સંજુ સેમસને અણનમ 38 રન બનાવ્યા હતા. મુંબઇના બોલરો વિકેટ માટે તરસ્યા હતા. એકમાત્ર સફળ બોલર પીયૂષ ચાવલા રહ્યો હતો જેને એકમાત્ર વિકેટ?મળી હતી. સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે નવ વિકેટે 179 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળતા મેળવી હતી. મુંબઇના ટોચના અને નીચેના ક્રમના બેટધરોની નિષ્ફળતા વચ્ચે બે યુવા મિડલઓર્ડર બેટર તિલક વર્માએ 63 અને નેહલ વઢેરાએ 49 રનની આક્રમક ઇનિંગ્સ રમી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ તરફથી મીડિયમ પેસર સંદીપ શર્માએ જોરદાર બોલિંગ કરીને ચાર ઓવરમાં ફકત 18 રન આપી પાંચ વિકેટ લીધી હતી. વર્તમાન સીઝનમાં પાંચ વિકેટ લેનારો તે બુમરાહ પછીનો બીજો બોલર બન્યો છે. મુંબઇની શરૂઆત નિસ્તેજ રહી હતી. રોહિત શર્મા , ઇશાન કિશન ઝીરો અને સ્ટાર સૂર્યકુમાર યાદવ 10 રને આઉટ થયા હતા. મોહમ્મદ નબી 17 દડામાં બે ચોગ્ગા, એક છગ્ગાથી 23 રનનો ચમકારો કરી પાછો ફર્યો હતો. બાવન રનમાં ચાર વિકેટ પડયા બાદ તિલક વર્મા અને નેહલ વઢેરાએ રાજસ્થાનના બોલરોને હંફાવીને પાંચમી વિકેટમાં 2 દડામાં 99 રનની ઝડપી ભાગીદારી કરી હતી. તિલકે 4 દડામાં પાંચ ચોગ્ગા, ત્રણ છગ્ગાથી 6 અને નેહલે 24 દડામાં ત્રણ ચોગ્ગા, ચાર છગ્ગાથી 49 રન કર્યા હતા, જ્યારે કપ્તાન હાર્દિક પંડયા (10), ટિમ ડેવિડ (3) સહિતના પૂંછડિયા બેટધરો નિષ્ફળ રહ્યા હતા. મુંબઇ ટીમ આખરી બે ઓવરમાં ફકત નવ રન કરી શકી હતી. સંદીપ શર્માએ ઇનિંગ્સની આખરી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang