• શુક્રવાર, 17 મે, 2024

કોંગ્રેસના `શહજાદા'ને પાક પીએમ બનાવવા આતુર

રાજકોટ, તા. 2 : ગુજરાતની 25 લોકસભા બેઠક માટે આગામી તા. સાત મેના મતદાન થવા જઈ રહ્યું છે. પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા બે દિવસથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર થયો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતની બે લોકસભા બેઠકમાં ચૂંટણી સભાઓ સંબોધ્યા બાદ આજે આણંદ ઉપરાંત સૌરાષ્ટ્રની ત્રણ લોકસભા બેઠક સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં હજારો લોકોની મેદની વચ્ચે વડાપ્રધાને જનસભાઓ ગજવી હતી. મહેસાણાની સભામાં પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની ભાગીદારીનો ઉલ્લેખ કરીને કોંગ્રેસના `શહજાદા'ને પાકિસ્તાન વડાપ્રધાન બનાવવા માગતું હોવાનું તેમજ સુરેન્દ્રનગરમાં આયોજિત સભામાં કોંગ્રેસે તમામ મોરચે ગોટાળા કર્યા હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢની સભામાં મોદીએ કહ્યું હતું કે, જો સરદાર હોત તો જૂનાગઢ આજે પાકિસ્તાનમાં હોત, જ્યારે જ્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ વધુ છે તેવા જામનગરની સભામાં વડાપ્રધાને આઝાદી પૂર્વે અને પછી રાજા-રજવાડાઓએ આપેલાં બલિદાન, ત્યાગ અને યોગદાનને બિરદાવ્યું હતું.  વડાપ્રધાન મોદીએ આજે આણંદ ખાતે આયોજિત જાહેરસભામાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અહીં કોંગ્રેસ મરી રહી છે, ત્યાં પાકિસ્તાન રડે છે. પાકિસ્તાન ભારતમાં એક નબળી સરકાર ઈચ્છે છે, જેમ કે, 2014 પહેલાંની સરકાર હતી, એવી સરકાર કે જેના હેઠળ મુંબઈમાં  આતંકવાદી હુમલા શક્ય હતા.  આપણા દેશમાં કોંગ્રેસની સરકાર સત્તામાં હતી તે વર્ષોમાં પાકિસ્તાન મોટું થયું અને પાકિસ્તાનના આતંકવાદનું ટાયર  પંક્ચર થઈ ગયું છે.  મોદીએ ઉમેર્યું હતું કે, જે દેશ એક સમયે આતંકવાદીઓની નિકાસ કરતો હતો તે દેશ હવે લોટની આયાત કરવા માટે ઘરે-ઘરે ભટકી રહ્યો છે, જેના હાથમાં એક સમયે બોમ્બ હતો તેના હાથમાં હવે ભીખ માગવાનો કટોરો છે. કોંગ્રેસની નબળી સરકાર આતંકવાદના આકાઓને ડોઝિયર આપતી હતી, પરંતુ મોદીની મજબૂત સરકાર આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારી નાખે છે.  જૂનાગઢની સભામાં તેમણે કોંગ્રેસને નિશાન બનાવતાં કહ્યું કે, સરદાર પટેલ હોત તો જૂનાગઢ પાકિસ્તાનમાં હોત, કોંગ્રેસને વિભાજન નીતિ વારસામાં મળી છે. 04ની ચૂંટણી રામ સામે રાવણ (કોંગ્રેસ) ચૂંટણી લડે છે. કોંગ્રેસ માટે ચૂંટણી અસ્તિત્વની  લડાઈ છે. જ્યારે ભાજપનું લક્ષ સુવિકસિત ભારતનું છે. કૃષિ કેમ્પસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ધારિત સભા સ્થળે સાધુ-સંતો સમક્ષ શીશ ઝુકાવી નમસ્કાર કરી પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વાગત પ્રવચન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલે કર્યું હતું. નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં `જય ગિરનારી'થી સૌનું સ્વાગત કરી જણાવ્યું કે, પ્રેમ અને આશીર્વાદ મારી મૂડી છે. ગુજરાતની ધરતી ઉપર શિક્ષા, દીક્ષા અને સંસ્કાર મળ્યા છે, તેથી દુનિયામાં ભારતનો ડંકો વાગે છે. વર્ષ 047 દેશ શતાબ્દી વર્ષ ઊજવશે ત્યારે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનશે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, કાશ્મીરમાં 370મી કલમ રદ કરાઇ છે તે કોંગ્રેસ ફરી લાદવા માટે વાયદાઓ આપે છે. એક દેશમાં બે સંવિધાન હતા. એક ભારતનું અને બીજુ જમ્મુ કાશ્મીરનું હિન્દુસ્તાનમાં બે સંવિધાન હોઇ શકે. કોંગ્રેસ પાસે પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન હતું. છતાં એક સંવિધાન કરવાની હિંમત કરી હતી. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ પોતાના 35 મિનિટના વક્તવ્યમાં હાલાર સાથેનો નાતો અને ગુજરાતની ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળનો ઉલ્લેખ કર્યો હતો તેમજ આઝાદી પૂર્વે અને પછી રાજા-રજવાડાઓએ આપેલાં બલિદાન, ત્યાગ અને યોગદાનને બિરદાવ્યું હતું.  વડાપ્રધાને જણાવ્યું હતું કે, મને જ્યારે મારા એક સાથીદારે ભૂચરમોરીનાં યુદ્ધ અંગેના ઈતિહાસની વાત કરી અને જણાવ્યું કે, એક એવી વાયકા કે છે જે ધ્રોલ અને ભૂચરમોરીનાં સ્થળે હાજરી આપે છે તેનું પદ જાય છે. ત્યારે મે ખાતરી આપી હતી કે, હું ચોક્કસ દિવસે ભૂચરમોરીમાં હાજરી આપીશ અને મે હાજરી આપી હતી. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીને યાદ કરતા જણાવ્યું હતું કે, જામનગરના રાજવીએ પોલેન્ડના આશ્રિતોને બાલાચડી ખાતે આશરો આપી જે ઉમદા કાર્ય કર્યું હતું તેને આજે પણ પોલેન્ડની પ્રજા તેની સ્કૂલોમાં સવારે પ્રાર્થના સમયે દિગ્વિજયસિંહજી મહારાજને યાદ કરે છે અને તેને કારણે પોલેન્ડ સાથે ભારતના સંબંધો પણ ખૂબ સુમેળભર્યા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરેન્દ્રનગરના ત્રિમંદિર પાસે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, મારી રાજકીય કારકિર્દી સૌરાષ્ટ્રમાંથી શરૂ થઈ હતી, સૌપ્રથમ ધારાસભ્ય પણ હું સૌરાષ્ટ્રમાંથી થયો હતો. ગુજરાતી લોકોનો પ્રેમ છે, જે હું ક્યારેય પણ ઉતારી નહીં શકું. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, પહેલાંની સરકારોના સમયમાં ટુ-જી, કોમનવેલ્થ સહિતના અસંખ્ય ગોટાળા થતા હતા. કોંગ્રેસે તમામ મોરચે ગોટાળા કર્યા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં તમે મને મોકલ્યો હતો. મારા 10 વર્ષના શાસનમાં એક પણ ગોટાળા બહાર આવ્યા નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang