• શુક્રવાર, 17 મે, 2024

ચંદ્ર પર પાણીના પુરાવા મળ્યા : ધ્રુવીય ખાડામાં બરફ છે

બેંગલુરુ, તા. 2 : ચંદ્રને લઈ માત્ર ભારતીય વિજ્ઞાનીઓ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ રસ લઈ રહ્યું છે. ગયા વર્ષે ભારતના ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર ઊતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો. હવે ફરી એકવાર ભારતીય વિજ્ઞાનીઓએ ચંદ્રને લઈને એક નવો ખુલાસો કર્યો છે. તાજેતરના એક સંશોધનમાં ચંદ્રના ધ્રુવીય ખાડામાં બરફના રૂપે પાણી હોવાની સંભાવનાના પુરાવા મળ્યા હતા. ઈસરોના વિજ્ઞાનીઓ દ્વારા આઈઆઈટી કાનપુર, કેલિફોર્નિયા યુનિવર્સિટી, જેટ પ્રોપલ્શન લેબોરેટરી અને આઈઆઈટી (આઈએસએમ) વગેરેના સંશોધકોની મદદથી સંશોધન કરાયું હતું.  ઈસરો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દર્શાવે છે કે, પહેલાં થોડાક મીટર સુધી પેટા સપાટીમાં બરફનું પ્રમાણ બંને ધ્રુવની સપાટી પર ઉપલબ્ધ બરફનાં પ્રમાણથી આશરે પાંચથી આઠ ગણુ વધારે છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્ર પર ડ્રાલિંગ કરીને બરફના નમૂના લેવા અથવા ખોદકામ ભવિષ્યના મિશન અને લાંબાગાળાની માનવ હાજરી માટે મહત્ત્વપૂર્ણ રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang