• શુક્રવાર, 17 મે, 2024

જામસાહેબે આપેલી પાઘડી મારા માટે પ્રસાદરૂપ : મોદી

રાજકોટ, તા.2 : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન-દીકરીઓની લાગણી દુભાય તે પ્રકારે કરેલી ટિપ્પણી બાદ હજુ પણ સમાજમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે હાલારની ધરતી ઉપર પગ મુકતાની સાથે વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ જામસાહેબ શત્રુશલ્યસિંહજીની મુલાકાત લઈ આર્શીવચન લીધા હતાં. વડાપ્રધાનની મુલાકાત ક્ષત્રિય સમાજમાં એક પોઝિટિવ વિચાર તરફ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.  જામનગરમાં વડાપ્રધાન મોદીની પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સતાવાર ટાઈમ મુજબ સવા ચાર વાગ્યે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમમાં વિલંબ થયો હતો અને જામનગરના સિવિલીયન અને એરફોર્સના એરપોર્ટ ઉપર વડાપ્રધાન ઉતરાણ કર્યા બાદ રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય રોષ આંદોલનની અસરને ઠંડી પાડવા સૌપ્રથમ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીના પાયલોટ બંગલા સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતાં જયાં જામસાહેબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉષ્માભેર આવકાર આપવામાં આવ્યો હતો. જામસાહેબ મોદીને આવકારવા વ્હીલચેર દ્વારા ફળિયામાં આવ્યાં હતાં અને નરેન્દ્ર મોદીને પુષ્પહાર તેમજ હાલારી પાઘડી પહેરાવીને ચૂંટણી ફતેહ કરવાના આશીર્વચન આપ્યાં હતાં. પ્રસંગના ફોટા સાથે વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, જામસાહેબ શત્રુલ્યસિંહજીને મળ્યો જેનો ખુબ આનંદ થયો અને મુલાકાત ખૂબ ઉષ્માસભર રહી. તેમજ જામસાહેબે મને પહેરાવેલી પાઘડી મારા માટે પ્રસાદીરૂપ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang