• શુક્રવાર, 17 મે, 2024

મોડામાં જુગાર ખેલતા ચાર ખેલીની ધરપકડ

ગાંધીધામ, તા. 2 : રાપર તાલુકાના મોડા ગામમાં જાહેરમાં પત્તા ટીંચતા ચાર શખ્સને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 10,600 હસ્તગત કર્યા હતા. મોડા ગામમાં ધીરજ લધા ભટ્ટીનાં મકાન આગળ દીવાબત્તીના અજવાળે જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો મારી ગામના મનસુખ દલીચંદ મહેતા, સવા શંકર મોરવાડિયા, હારુન હુશેન ઓઠા અને ધીરજ લાધા ભટ્ટી નામના શખ્સોને પકડી પાડયા હતા. જાહેરમાં ગંજીપાના વડે નસીબ અજમાવતા અને પોલીસના હાથ પકડાયેલા ચાર શખ્સ પાસેથી રોકડ રૂા. 10,600 જપ્ત કરવામાં આવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang