• શુક્રવાર, 17 મે, 2024

રાજસ્થાન સામે હૈદરાબાદની રોમાંચક જીત

હૈદરાબાદ, તા. 2 : છેલ્લા દડા સુધીના રોમાંચ બાદ હૈદરાબાદે અહીં મજબૂત રાજસ્થાન પર એક રને દિલધડક વિજય મેળવ્યો હતો. નીતીશ રેડ્ડીના ધૂંઆધાર 76 રનના સહારે સનરાઇઝર્સે 201 રન બનાવ્યા બાદ આર.આર. શાનદાર લડત આપી હતી, પણ?લક્ષ્યથી એક રન દૂર રહી હતી. ભુવનેશ્વરે પહેલી ઓવરમાં બટલર અને સંજુ સેમસનને શૂન્ય રને આઉટ કરી નાખ્યા હતા, પણ જયસ્વાલ (40 દડામાં 67) અને રિયાન પરાગે (49 દડામાં ચાર છગ્ગા સાથે 77 રન) રાજસ્થાનની આશા જીવંત રાખી હતી. છેલ્લે પોવેલે 15 દડામાં 27 રન ફટકાર્યા હતા. છેલ્લા દડામાં  બે રનની જરૂર હતી, પણ ભુવીએ પોવેલને એલબીડબલ્યુ આઉટ કરી નાખ્યો હતો. અગાઉ ધીમી શરૂઆત બાદ ડેથ ઓવર્સમાં ફટકાબાજીથી હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 201 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. અનકેપ્ડ  નીતીશકુમાર રેડ્ડીએ 8 છગ્ગાની મદદથી અણનમ 76 રન કરી સનરાઇઝર્સની રન રફતાર આખરી 10 ઓવરમાં વધારી હતી. પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી ફકત 32 રન કરી શકનારી હૈદરાબાદે આખરી ઓવરમાં  70 રનનો વધારો કર્યો હતો અને દરમ્યાન એક પણ વિકેટ ગુમાવી હતી. ટ્રેવિસ હેડે આક્રમક અર્ધસદી કરી હતી. જયારે હેનરિચ કલાસેન 19 દડામાં 42 રને નોટઆઉટ રહ્યો હતો. સનરાઇઝર્સની શરૂઆત નબળી રહી હતી. 3 રનમાં અભિષેક શર્મા (12) અને અમોનપ્રિત ()ની વિકેટ ગુમાવી દીધી હતી. પછી નીતીશ અને ટ્રેવિસ હેડે રાજસ્થાનના બોલરોને હંફાવીને હૈદરાબાદની બાજી સંભાળી લીધી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 7 દડામાં 96 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હેડ 44 દડામાં 6 ચોગ્ગા-3 છગ્ગાથી 8 રને આઉટ થયો હતો. કલાસેને ક્રિઝ પર આવતાની સાથે ફટકાબાજી કરી હતી. તેના અને રેડ્ડી વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં ફકત 32 દડામાં 70 રનનો ઉમેરો થયો હતો. નીતીશ રેડ્ડી 42 દડામાં 3 ચોગ્ગા અને 8 છગ્ગાથી 76 અને કલાસેન 19 દડામાં 3 ચોગ્ગા, 3 છગ્ગાથી 42 રને નોટઆઉટ રહ્યા હતા. રાજસ્થાન તરફથી આવેશ ખાને 2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang