• શુક્રવાર, 17 મે, 2024

કચ્છમાં વિકાસકામોને જોઇ મતદારો ભાજપને પસંદ કરે છે

ભુજ, તા. 2 : કર્મનિષ્ઠ, પરિણામલક્ષી નેતૃત્વના પ્રેરણામૂર્તિ, ભારતના વિકાસનો વણથંભ્યો વિસ્તાર કરનારી ગતિશીલ સરકારે 10 વર્ષમાં સર્વાંગી વિકાસ સાધી દેશને વિશ્વસ્તર પર અગ્રતાક્રમે પહોંચાડનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપાની સરકાર `િફર એકબાર મોદી સરકાર'ના સૂત્રને સાર્થક કરવા અને ભારતમાતાના સંતાનોના સુખ-સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે આપણે સૌ સંકલ્પિત અને સમર્પિત બનીએ, તેવું કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. માંડવી તાલુકામાં પ્રચાર ઝુંબેશ દરમ્યાન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે, ભારત સરકાર-ગુજરાત સરકારના પૂર્ણ સહયોગ સાથે અને સતત લોકસંપર્ક રહી વિનોદભાઇએ કચ્છ લોકસભા વિસ્તારના અનેક પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર રહ્યા છે. કચ્છના રેલવે સ્ટેશનોએ વોટર કૂલર, રમતગમત મેદાન સુધારણા, કારીગર કોમન વર્ક શેડ, સાંસ્કૃતિક હોલ, નાના બાળકો માટે ક્રિડાંગણ, ગૌશાળા માટે ઘાસ ગોડાઉન, રેલવે સ્ટેશનો અને શહેરોમાં બેન્ચ સુવિધા, ફરસબંધી, સી.સી. રોડ, પાણી માટેના આર.. પ્લાન્ટ, વ્હીલચેર, દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીના હાથ-પગ, ડસ્ટબિન, પૂર સંરક્ષણ દીવાલો જેવી અનેકવિધ ગ્રાન્ટ સાંસદ સ્થાનીય વિકાસ-એમ.પી. ફંડ અંતર્ગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રેલવે, પરિવહન અને વિમાની સેવાના પ્રશ્નોમાં જાગૃતતા દાખવી છે, સરકાર તરફથી મળતી દરેક યોજનાઓનો લાભ નાનામાં નાના માણસોને અપાવ્યો છે, રમતગમત અભિયાન હેઠળ 2,78,000થી વધુ લોકોએ લાભ અને ભાગ લીધો છે. વિનોદભાઈએ નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ગામે `સહજાનંદ શતાબ્દી મહોત્સવ' પ્રસંગે હાજરી આપી નરનારાયણ ગાદીના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ મહારાજના આશીર્વાદ મેળવ્યા સાથે કથાનું શ્રવણ કર્યું હતું. ત્યારબાદ માંડવી વિધાનસભામાં માંડવી તાલુકાના બિદડા ગામે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી તથા મસ્કા ગામે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યલયનો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ કર્યો. ચૂંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભા..પા. અનુ.જાતિ મોરચાના પ્રમુખ અશોકભાઈ હાથી, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા, માંડવી તાલુકા ભા..પા. પ્રમુખ સુરેશભાઈ સંઘાર, બિદડા અને મસ્કા ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા. દરમ્યાન, માંડવીમાં ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમા પાસેથી શહેરના મુખ્ય માર્ગો પર રોડ શો કાર્યકરોની ફોજ સાથે કર્યો હતો. બંદર રોડ પર માંડવી મર્ચન્ટ એસોસીએશન, કાંઠાવાળા નાકા પાસે, મુરલી મનોહર મંદિર, હનુમાન મંદિર, જી.ટી. રોડ, જૂની કોર્ટ પાસે, શાક માર્કેટ પાસે, સુંદરવનના મંદિર પાસે, કે.ટી. શાહ રોડ પર માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશીએ આવકાર સાથે વિવિધ સ્થળોએ બહુમાન કરાયું હતું. સોના-ચાંદી બજાર પાસે વોર્ડ નં. 9ના કાર્યાલયનું વિનોદભાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય કાર્યાલય બાદ વિવિધ વોર્ડમાં કાર્યાલય શરૂ કરવાના આયોજનોમાં આજે સૌ પ્રથમ વોર્ડ નં. 9માં પ્રથમ કાર્યાલય શરૂ થયું હતું. કે.ટી. શાહ રોડ, ભુજવાળા નાકા પાસે થઈ ભીડ બજારથી  આઝાદ ચોક ખાતે રોડ-શો કરવામાં આવ્યો હતો. માર્ગમાં વિવિધ જગ્યાએ શુભેચ્છા સાથે બહુમાન કરાયું હતું. મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓના બોર્ડ બનાવી માર્ગમાં આકર્ષણ ખડું કર્યું હતું. આઝાદ ચોકમાં શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ દવેએ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ તથા વિનોદભાઈ ચાવડાએ કાર્યકરોએ બૂથનું કામ સક્રિય રીતે કરવા તેમજ કમળને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી મંગળ સાથે જોડાણ હોવાનું જણાવી ફોર્મ મંગળવારે ભરાયું, મતદાન મંગળવારે અને પરિણામ પણ મંગળવારે આવશે, એટલે બધું મંગળ-મંગળ હોવાનું જણાવ્યું હતું, તેવું પક્ષની એક યાદીમાં જણાવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang