• શુક્રવાર, 17 મે, 2024

ગાંધીધામના ઝંડાચોકમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા શખ્સની અટક

ગાંધીધામ, તા. 2 : શહેરના ઝંડાચોક નજીક જાહેરમાં ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમતા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી મોબાઇલ, રોકડ રકમ જપ્ત કરી હતી. કાર્યવાહી દરમ્યાન દુબઇ કનેકશન બહાર આવ્યું હતું. શહેરના ઝંડાચોક નજીક ખાદિમ સ્ટોરની બહાર બેસીને સુભાષનગર વોર્ડ-8-એનો શૈલેષ જેન્તીલાલ ઠક્કર નામનો શખ્સ મોબાઇલમાં સટ્ટો રમતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. શખ્સ જાહેરમાં બેસીને પોતાના મોબાઇલમાં સટ્ટો રમી રહ્યો હતો. તેવામાં પોલીસ આવી પહોંચી હતી અને શખ્સને પકડી પાડયો હતો. શખ્સના મોબાઇલમાં કિઆ 777 ડોટ કોમ નામની વેબસાઈટમાં આઇ.પી.એલ.ની ચેન્નાઇ અને પંજાબની મેચ વચ્ચે રન સેશનના આંકડા વધઘટ થતાં જણાયા હતા. મોબાઇલમાં ક્રિકેટનો સટ્ટો રમનાર શખ્સ પાસેથી રોકડ રૂા. 7,120 તથા મોબાઇલ એમ કુલ રૂા. 47,120નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલા શૈલેષ ઠક્કરે પોતાના ભત્રીજા અમદાવાદ હાલે દુબઇમાં રહેનારા દર્શન સંજય ઠક્કર પાસેથી આઇ.ડી. લીધી હતી. આઇ.ડી.માં રિચાર્જ પણ તે કરાવતો હતો. પ્રકરણમાં દુબઇ કનેકશન બહાર આવ્યું હતું. ગાંધીધામ, આદિપુરમાં ક્રિકેટનો મોટો સટ્ટો ચલાવનારા શખ્સો બેખોફ, બેફામ ફરી રહ્યા છે. આવા મોટા મગરમચ્છ પોલીસની નજરે ચડતાં હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang