• શુક્રવાર, 17 મે, 2024

ભુજમાં ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું કમકમાટીભર્યું મોત

ભુજ, તા. 2 : ગઇકાલે રાત્રે 10.30થી 11 વાગ્યા દરમ્યાન ભુજના રેલવે મથકથી અડધા કિ.મી. આગળ ટ્રેનની હડફેટે આવેલા અજાણ્યા યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત મોતના બનાવ અંગે ગાંધીધામ રેલવે પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ એક અજાણ્યો હિન્દુ યુવાન (.. આશરે 28) ટ્રેન પર પડતું મૂકતાં માથું ધડથી અલગ થઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. મરણ જનારે કાળું અડધી બાયનું શર્ટ અને સ્કાય બ્લૂ જીન્સ પહેર્યું છે. જમણા હાથના પોચા ઉપર ઓમ અને કલાઇ પર એચ ત્રોફાવ્યું છે. અજાણ્યા યુવાનના વાલી-વારસ મળતાં ભુજની જી. કે. જનરલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. વર્ણનવાળા મૃતક યુવાનના વાલી-વારસે ગાંધીધામ રેલવે પોલીસ નં. (02836) 220095 તથા 99985 79835 ઉપર જાણ કરવા ગાંધીધામ રેલવે પોલીસે અનુરોધ કર્યો છે. દરમ્યાન યુવાનના કમકમાટીભર્યા મોતના સમાચાર મળતાં માનવજ્યોત સંસ્થાની ટીમે ઘટનાસ્થળે જઇ મૃતકની લાશને હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરીમાં મદદરૂપ થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang