• શુક્રવાર, 17 મે, 2024

મતદાર ન હોય એવી રાજકીય વ્યક્તિએ 48 કલાક પહેલાં વિસ્તાર ખાલી કરવો

ભુજ, તા. 2 : તા. 07/05નાં મતદાન થનારું છે. ચૂંટણીની કામગીરી તા. 06/06/2024 સુધી ચાલશે, ત્યારે ચૂંટણીપંચની સૂચના મુજબ મતદાન પૂર્ણ થવાના 48 કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરવાનો રહે છે. ચૂંટણી પ્રચાર માટે જે તે મતવિસ્તારમાં મતવિસ્તારની બહારથી આવતા રાજકીય આગેવાનો, પક્ષના કાર્યકરો, રેલી, પ્રચાર વગેરે કે જેઓ તે મતવિસ્તારના મતદારો નથી તેઓએ ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ એટલે કે મતદાનના આખરી 48 કલાક પહેલાં તે મતવિસ્તારમાં હાજર રહે નહીં તે માટે સૂચના આપવામાં આવી છે.  જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ચૂંટણી સંદર્ભે મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે જે તે મતવિસ્તારની બહારથી આવેલા રાજકીય અગ્રણીઓ, પક્ષના કાર્યકરો વિગરે કે જેઓ સંબંધિત મતવિસ્તારના મતદારો નથી તેઓએ 48 કલાકના સમયગાળામાં તે મતવિસ્તારમાં હાજર રહેવું નહીં.  કચ્છ જિલ્લાના તમામ મતવિસ્તારના ચૂંટાયેલા સંસદસભ્ય/ધારાસભ્યો મતદાન પૂરું થતાં સમયગાળા પહેલાં 48 કલાકના સમયગાળામાં પોતે જે ચૂંટાયા હોય તે સંબંધિત મતવિભાગમાં તેઓ જે તે મતવિભાગના મતદાર હોય કે હોય તો પણ ચૂંટણી પ્રચારમાં સામેલ થવાની શરતે રોકાઇ શકશે તેમજ ધારાસભ્ય જે તે વિધાનસભા મતવિભાગ સિવાયના મુલાકાત લઇ શકશે નહીં. મતદાનના પૂરું થતાં સમયગાળા પહેલાં 48 કલાકના સમયગાળામાં ઘેર ઘેર મુલાકાત લઈ ચૂંટણી પ્રચાર દરમ્યાન કાર્યકરો, નેતાઓ, જેના પર પક્ષનું પ્રતીક હોય તેવી ટોપી, મફલર, પહેરી શકશે, પરંતુ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang