• શુક્રવાર, 17 મે, 2024

શિકારપુરના શખ્સને પાંચ જિલ્લામાંથી હદપાર કરાયો

ગાંધીધામ, તા. 2 : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લામાં પાંચ શખ્સને હદપાર કરાયા બાદ આજે વધુ એક શખ્સને હદપાર કરવામાં આવ્યો હતો.ભચાઉ તાલુકાના શિકારપુરમાં રહેનાર રણમલ હાજી ત્રાયા વિરુદ્ધ અગાઉ સામખિયાળી પોલીસ મથકે મારામારી તથા આર્મ્સ એક્ટ તળે ગુના નોંધાયેલા છે. લોકસભાની ચૂંટણી અનુસંધાને આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહીના આદેશ બાદ શખ્સના હદપારીના કાગળિયા તૈયાર કરી ભચાઉ પ્રાંત અધિકારીને મૂકવામાં આવ્યા હતા, ત્યાંથી લીલીઝંડી મળતાં શખ્સને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang