• શનિવાર, 20 એપ્રિલ, 2024

ભીમાસરમાં આહીર પ્રીમિયર લીગનો આરંભ

રશ્મિન પંડયા દ્વારા : અંજાર, તા. 31 : તાલુકાના ભીમાસર ગામમાં શ્રીરામ ગ્રુપ તથા ભીમાસર યૂથ ક્લબ દ્વારા આયોજિત આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો દબદબાભેર આરંભ  થયો હતો. સમગ્ર કચ્છમાંથી આહિર સમાજની 82 ટીમને સાંકળતી ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રારંભે ભારાપર જાગીરના મહંત  ભરત દાદા, અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત  ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત  કીર્તિદાસજી મહારાજ, આહિર સમાજના અગ્રણી બાબુભાઇ ભીમાભાઈ હુંબલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલ, જીવાભાઇ શેઠ, ત્રિકમભાઇ વી. આહિર, જિલ્લા પંચાયતના ઘેલાભાઇ ચાવડા, ધનજીભાઇ હુંબલ,  મ્યાજરભાઇ છાંગા, નવીનભાઇ જરુ, અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઇ મ્યાત્રા સહિતનાઓના હસ્તે દીપ પ્રાગટય  કરાયું હતું. ટૂર્નામેન્ટમાં મુખ્ય આયોજક ઉદ્યોગપતિ શ્રીરામ ગ્રુપના બાબુભાઇ ભીમાભાઇ હુંબલ તેમજ આહિર સમાજના અગ્રણી જખાભાઇ ભીમાભાઇ હુંબલનું ભીમાસર યૂથ ક્લબ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. શ્રી રામ ગ્રુપના બાબુભાઇ હુંબલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જે રીતે આહિર સમાજ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે તે કાબીલેદાદ છે, ક્રિકેટ ક્ષેત્રે આહિર સમાજના યુવાનોનું કૌવત સરાહનીય છે. તેમણે ઉમેર્યું હતું કે, આહિર પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી થનારી  તમામ આવક સત્કાર્યો માટે વપરાશે. અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત  ત્રિકમદાસજી મહારાજે યુવાનોને રમતગમતને જીવનનું અભિન્ન અંગ બનાવી લેવાની શીખ આપી હતી,  ભીમાસરના અગ્રણી વી.કે. હુંબલે જણાવ્યું કે, સમાજમાં રમતગમતના આયોજનો થકી સમાજ એક તાંતણે બંધાય છે.અંજાર વિભાગના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે સમાજમાં રમતગમતના આયોજનને આવકારદાયક ગણાવ્યું હતું. મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ મેચ નિમિત્તે સંતોએ ટોસ ઉછાળ્યો હતો. 20 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટની મેગા ફાઇનલ 20 એપ્રિલના રમાશે. કાર્યક્રમમાં  તેજસભાઈ પૂજારા (ભારત વિકાસ પરિષદ), ગોવર્ધન આહીર કન્યા છાત્રાલયના પ્રમુખ ત્રિકમભાઇ વાસણભાઇ આહીર, બાબુભાઈ ડાંગર, બાબુભાઈ વેલજી, બાબુ રાધુ હુંબલ, શંભુભાઈ હુંબલ, હરીશ વી. હુંબલ, બાબુભાઈ હેઠવાડિયા, ધમાભાઈ જેસંગ, મુકેશભાઈ છાંગા, ધમાભાઈ ડાંગર, ગાવિંદભાઈ ગોગરા,  સામજી કાના હુંબલ, શંભુ આલા હુંબલ, મનજીભાઈ મેમા, રમેશભાઈ મ્યાત્રા, ભાવેશભાઈ ચાવડા, કિરણ ખાટરિયા, ઘેલાભાઈ વરચંદ, રવજીભાઇ મારાજ વિગેરે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભીમાસર યૂથ ક્લબના સૌ સભ્યોએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રભુભાઈએ કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang