• શનિવાર, 27 જુલાઈ, 2024

રાજકોટમાં અશ્વિન બનશે હુકમનો એક્કો

રાજકોટ, તા.12 :  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર શરૂ થશે. સ્ટેડિયમ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન નામે હતું. જો કે સ્થાનિક લોકો તેને ખંઢેરી સ્ટેડિયમ તરીકે ઓળખ આપે છે. ખંઢેરી સ્ટેડિયમ પર આજે ટીમ ઇન્ડિયાની સ્વૈછિક નેટ પ્રેક્ટિસ હતી. જે ફરજિયાત નહીં, મરજિયાત હતી. આથી અમુક ખેલાડી અભ્યાસ સત્રમાં જોવા મળ્યા હતા. શ્રેણી હાલ 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની નજર રાજકોટ ટેસ્ટ જીતી શ્રેણીમાં 2-1ની સરસાઈ પર હશે. રાજકોટમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટીમ ઇન્ડિયા માટે હુકમનો એક્કો બની શકે છે. રાજકોટમાં અશ્વિનનાં નામે એક ખાસ રેકોર્ડ છે. જે જાણીને અંગ્રેજ ક્રિકેટરોને પરસેવો પડી જશે.અશ્વિન પાસે આમ પણ એટલી વેરિએશન છે કે હરીફ ટીમના બેટર્સ તેને સમજી શકતા નથી. એમાં વળી અશ્વિનને રાજકોટની પીચ ઘણી માફક આવે છે. અહીં તેના નામે કુલ 9 વિકેટ છે. જે કોઈપણ બોલરથી વધુ છે. રાજકોટમાં અત્યાર સુધી ફક્ત બે ટેસ્ટ મેચ રમાઇ છે. પ્રથમ ટેસ્ટ 2016માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાઇ હતી અને ડ્રો રહી હતી જ્યારે 2018માં અહીં ભારતે વેસ્ટ ઇન્ડિઝ ટીમને 272 રને કારમી હાર આપી હતી. અશ્વિન પાસે તેના ફેવરિટ મેદાન પર 00 વિકેટ પૂરી કરવાની પણ નિશ્ચિત સમાન તક છે. તે જાદુઈ આંકડાથી ફક્ત 1 વિકેટ દૂર છે. અશ્વિનની 00 વિકેટનું રાજકોટ સાક્ષી બનશે. 00 વિકેટ લેનાર અશ્વિન ભારતનો બીજો બોલર બની જશે. અગાઉ ઉપલબ્ધિ અનિલ કુંબલે હાંસલ કરી ચૂક્યો છે. અશ્વિન 00 વિકેટ લેનારો દુનિયાનો આઠમો બોલર બનશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang