• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

માધાપર ભાનુશાલી સમાજની ક્રિકેટ સ્પર્ધામાં દોસ્તી ઈલવેન વિજયી

માધાપર, તા. 10 : માધાપરના ક્રિષ્ના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલા માતુશ્રી જમનાબેન લીલાધરભાઇ ધભા ભાનુકપ -24માં આઠ ટીમે ભાગ લીધો હતો. માધાપર ભાનુશાલી મહાજનના પ્રમુખ વિનેશ ફુલિયાએ ટોસ ઉછાળ્યો હતો. હતો. મુખ્ય યજમાન સ્વ. જયેશ કાનજીભાઈ ગજરા, હસ્તે એમ.એસ. લાયન્સ રહ્યા હતા. મહાજનના ઉપપ્રમુખ નીતિન ગજરા, રામજીભાઈ ભદ્રા, મંત્રી ડો. મયૂર નાખુવા, ખજાનચી દિનેશ કે. ગજરા, મોહનભાઇ  ગજરા, દિનેશ એમ. ભદ્રા, ખેતશીભાઇ ફુલિયા, રવિભાઈ  ભદ્રા સહિતનાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. હરિઓમ ઇલેવન સામે ફાઈનલમાં દોસ્તી ઇલેવને બાજી મારી હતી. સાતમી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ટીમ પસંદગી માટે હરાજી પદ્ધતિ પ્રથમવાર અમલી કરાઈ હતી. દેશમહાજન, લોરિયા, ઝુરાના મહાજન અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. દોસ્તી ઇલેવનના કેપ્ટન હિતેશ મોહનલાલ ગજરાએ જીતનું શ્રેય ટીમવર્કને આપ્યો હતો. ભાનુશાલી સમાજના યુવાનો અને ક્રિકેટરસિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આયોજન યુવા ગ્રુપના સર્વે સભ્યોએ સંભાળ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang