• મંગળવાર, 23 જુલાઈ, 2024

ગાંધીધામમાં અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું આસ્થાભેર પૂજન

ગાંધીધામ, તા. 20 : વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ દ્વારા અધ્યોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના પુન:પ્રતિષ્ઠા મંદિર માટે અયોધ્યાથી આવેલા પ્રસાદ અક્ષત(ચોખા) કળશ પૂજન  કાર્યક્રમ આદિપુર પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયો હતો. અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ખાતે પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ આરંભાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ વિભાગ દ્વારા 1થી 15 જાન્યુઆરી સુધી કચ્છના 1 હજારથી વધારે ગામડા અને 8 શહેરમાં રામભકતો ઘરે-ઘરે જઈને સંપર્ક કરવા સાથે અક્ષત કુંભ પહોંચાડશે. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે દરેક રામમંદિરમાં આરતી સહિતના કાર્યક્રમનું આયોજન થઈ રહયું છે. પંચમુખી હનુમાન મંદિરના મહંત પ્રકાશઆનંદજી મહારાજ, ભારાપર જાગીરના ભરત ડાડા, અંતરજાળના રામ કરણદાસબાપુ, ગાંધીધામના ચંદુ ડાડા સહિતનાએ કળશ પૂજન વિધી કરી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંતના મહેશભાઈ ઓઝા, ધનજીભાઈ આહીર, માવજીભાઈ  સોરઠીયા વિગેરે હાજર રહયા હોવાનું  વિભાગ સહમંત્રી મહાદેવભાઈ વીરાએ યાદીમાં જણાવ્યુ હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang