• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ગુજરાતી ફિલ્મ ચોરંગીના હીરો નીલ ભટ્ટ શાળા મુલાકાતે

ભુજ, તા. 16 : હાલમાં પ્રસ્તુત થયેલી ગુજરાતી ફિલ્મ ચોરંગીના હીરો નીલ શરદભાઈ ભટ્ટે કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યાલય પ્રસાદી ભવનની મુલાકાત લઈ પૂર્વ છાત્ર તરીકે પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. શાળાના નિયામક વનરાજસિંહ જાડેજાએ સ્વાગત કર્યું હતું. શાળાની વંદના સભામાં નીલભાઈએ દીપ પ્રાગટય કરી પોતે મેળવેલી સિદ્ધિ માટે શાળા માટે આભારની લાગણી વ્યક્ત કરી છાત્રોને શાળામાં અપાતા જીવનમૂલ્યો આત્મસાત કરવા આહ્વાન કર્યું હતું. પ્રધાનાચાર્ય નીરવબેન પાંધીએ તેમની લાગણીને બિરદાવી હતી. પૂર્વ છાત્રો કાર્તિક જોષી, કવત ત્રિવેદી, સ્મિત ગોર જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નીલભાઈએ ઉચ્ચ અભ્યાસ એમ.એસ. યુનિ. વડોદરામાં ડ્રામામાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમના દ્વારા અભિનીત `માનવીની ભવાઈ' નાટક રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યું હતું. ચોરંગી ફિલ્મમાં અભિનેતા અને ક્રિએટિવ પ્રોડયુસરની ભીમકા ભજવી છે. તેમના પિતા શરદભાઈ ભટ્ટ પણ કચ્છના જાણીતા કલાકાર છે.

Panchang

dd