• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ધમડકામાં 20મીએ ક્ષત્રિય સમાજના 13મા સમૂહલગ્નનું આયોજન

ભચાઉ, તા. 16 : કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના 13મા સમૂહલગ્નનું આયોજન આગામી તા. 20 ફેબ્રુઆરીના અંજાર તાલુકાના ધમડકા ખાતે યોજાશે. આ સમૂહલગ્નમાં 61 નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહલગ્નના મુખ્ય દાતા જાડેજા મહિપતાસિંહ વેલુભા, જાડેજા પ્રવીણાસિંહ મહિપતાસિંહ, જાડેજા રામદેવાસિંહ મહિપતાસિંહ પરિવાર તરફથી તમામ ખર્ચ આપવામાં આવશે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સમૂહલગ્ન યોજાશે. ધારાસભ્ય શ્રી જાડેજાએ વિગત આપતાં કહ્યું હતું કે, સમાજમાં સમાનતા એકતા આવે અને મોંઘવારીના સમયમાં કોઈ પરિવાર આર્થિક બોજા હેઠળ ન આવી જાય તે હેતુ છે. દાતા પરિવારના પુત્ર ગિરિરાજાસિંહના લગ્ન પણ સમૂહલગ્નમાં જ કરાશે તે અભિનંદનને પાત્ર છે. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રી રામદેવાસિંહ જાડેજાએ દાતા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિવિધ સુવિધાઓ સાથે આયોજન કરાયું હોવાનું જણાવી દાતા પરિવારના લગ્ન પણ સમૂહલગ્નમાં થશે, તે સમાજ માટે સર્વ સંભાવ ભાવના જાગૃત કરશે એવું જણાવ્યું હતું. મહિલા પાંખના પ્રમુખ ચેતનાબા જાડેજા કહ્યું હતું કે, આયોજન વ્યવસ્થા અને કરિયાવરનો સંપૂર્ણ ખર્ચ દાતા પરિવારે ઉપાડયો છે. માતા-પિતા દીકરી બંને ખુશીપૂર્વક જે ભેટ સોગાદ દર-દાગીના આપે તે મુજબ દાતા પરિવાર દ્વારા કન્યાને ભેટ આપવામાં આવશે. વરરાજાને તલવાર ભેટમાં આપવામાં આવશે. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ વીરેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, પ્રથમ સમૂહલગ્નમાં બે નવદંપતી  જોડાયા હતા. 2019માં 114 દીકરીબાના સમૂહલગ્નનું યજમાન પદ મળ્યું હતું. પરિવારમાથી લગ્ન પણ સમૂહલગ્નમાં કરવામાં આવ્યા હોવાનું કહી સમાજમાં કોઈ નાનું નથી કોઈ મોટું નથી તેવું ઉમેર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાન-ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે. ધમડકાની ધરતી પરના આ કાર્યથી સામાજિક એકતા પરસ્પર ભાઈચારાની ભાવના મજબૂત બનશે, તેવી લાગણી આ વેળાએ વ્યક્ત કરાઈ હતી. દાતા પરિવાર વતી રામદેવાસિંહ પ્રવીણાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ભચાઉમાં 2019માં યજમાન વીરેન્દ્રાસિંહ જાડેજા પરિવારમાંથી સમૂહલગ્નમાં પરણાવ્યા તે અમારા માટે પ્રેરણારૂપ બન્યા છે. અમારા ભાઈ પ્રવીણાસિંહ સાથે વિચારેલું આયોજન સાકાર થયું હોવાનું જણાવ્યું હતું. કથાકાર અને અંબા ધામ-દુધઈના સિદ્ધાર્થ મારાજે આશીર્વાદરૂપ કાર્ય બદલ દાતા પરિવાર અને ક્ષત્રિય સમાજને અભિનંદન પાઠવ્યાં હતા. સમાજના સલાહકાર નટુભાઈ સમાજ અને દાતા પરિવારના કાર્યને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજપૂત યુવા સંઘના પૂર્વ પ્રમુખ વનરાજાસિંહ જાડેજા, અંજાર પ્રમુખ સુધીરાસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ વાઘુભા જાડેજા, કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ નરેન્દ્રાસિંહ રાણા, રાઠોડ ક્ષત્રિય યુવા પાંખના પ્રમુખ જયદેવાસિંહ વાઘેલા, માંડવી શહેર પ્રમુખ શ્રી સોઢા, રાપર તાલુકા પ્રમુખ રાજુભા જાડેજા, માંડવી તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ ઝાલુભા જાડેજા, ભુજ શહેર પ્રમુખ અમરાસિંહ સોઢા, કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ નારણજી બાપુ, નરેન્દ્રાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જયદેવાસિંહ જાડેજાએ અને આભારવિધિ રામદેવજી જાડેજા કરી હતી.

Panchang

dd