• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પીર સૈયદ અલીશાહ બાવાની `વાયેઝ-વ-ઝિયારત'માં અકીદતમંદોની આંખો ભીની

માંડવી તા. 16 : કચ્છની ધરાનાં ખ્યાતનામ ધર્મગુરુ, કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા પીર સૈયદ અલીશાહ હાજી જમનશાહ બાવા ર.અ.નાં ઇન્તેકાલ બાદ તેમની યાદમાં રાખવામાં આવેલ `વાયઝ-વ-ઝિયારત' (શોકસભા)માં મોટી સંખ્યામાં અકીદતમંદો અને મુરિદોએ હાજરી આપી ભીની આંખે `ખીરાજે અકીદત' (શ્રદ્ધાંજલિ) પેશ કરી હતી. આ મજલિસનાં મુખ્ય વાયઝીન તરીકે બિદડાનાં પીર સૈયદ ઈરફાનશાહ બાવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઇસ્લામિક મૂલ્યો અને માનવતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે: `મા-બાપ નાં હક્કો ની અદાયગી વગર કોઈ ઈબાદત કબુલ નથી, આ પ્રસંગે મરહૂમ પીર સૈયદ અલીશાહ બાવાની જિયારત તેમના ફરઝંદ (પુત્ર) જમનશાહ બાવાએ પઢી હતી. મજલિસના અંતે `દુઆ-એ-ખૈર' સૈયદ સુલતાનશાહ હાજીમીયા દ્વારા કરાઈ હતી. સૈયદ ઇકબાલ હુસ્સેન બાવાએ સંચાલન કર્યું હતું. આ અવસરે અલીશાહ બાવાનાં વાલિદ (પિતા) પીર સૈયદ હાજી જમનશાહ બાવાને પણ યાદ કરાયા હતા. આ પ્રસંગે પીર સૈયદ હસનશાહ બાવા (સાંકળવાલા પીર ભુજ), સૈયદ જુસબશાહ (બિદડા), સૈયદ કાસમશાહ અભામીયા (સિનોગ્રા), સૈયદ દાદામીયા (છતનશાવાલા), સૈયદ હસનશાહ (નવાવાસ), પીર સૈયદ કૌશર અલીશાહ હાજીમખદુમઅલી બાપુ, સૈયદ લતીફશા અમીરશા, સૈયદ મામદશા મુરાદશા, ગુલામ હુશૈનશા, અમીર હુશૈનશા, જમનશા, હકીમશા, હનીફશા, હુસૈનશા, ગુલામ મુસ્તફાશા, જુસબશા, ગુલામરસુલશા, અબ્દુલરસુલશા ગોષમોહમ્મદશા સહિત અનેક સાદાત-એ-કિરામ, ઉલેમા એ કિરામ અને સામાજિક/શૈક્ષણિક સંસ્થાઓ નાં અગ્રણીઓ તેમજ તમામ જ્ઞાતિનાં લોકોએ હાજર રહ્યા હતા.

Panchang

dd