• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

કચ્છમાં પી.એમ. કિસાન દિવસની ઉજવણી

ભુજ, તા. 23 :  રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન દિવસની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ હતી. તા. 30 ઓક્ટોબરના પીએમ કિસાન દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી ભારત બોવાઈન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાની દેશ અને ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં જિલ્લાકક્ષાનો 1 કાર્યક્રમ અને 38 પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમમાં કુલ 77 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના બનાસકાંઠા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં પીએમ કિસાન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના 01 કાર્યક્રમ અને પ્રત્યેક પંચાયત સીટદીઠ બે કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટરે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલાએ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓ, કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લાભાર્થીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, સહકારી મંડળીઓના સભાસદો અને પંચાયત વિભાગના વિવિધ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. 30 ઓક્ટોબરના રોજ પીએમ કિસાન દિવસની ઉજવણીમાં જિલ્લાકક્ષા સહિત પંચાયત સીટ મુજબના કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે પ્રભારીમંત્રી, રાજ્યમંત્રી, સાંસદ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.  બેઠકમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા સહિત ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા સંગઠનના આગેવાન ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd