ભુજ, તા. 22 : વિહાને તેની જમણા હાથની તર્જની
આંગળીની ટોચ પર ફૂટબોલને સતત 11 મિનિટ સુધી
ફેરવીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. તેની એકાગ્રતા, સંતુલન અને કુશળતાનું આ પ્રેરણાદાયી ઉદાહરણ
છે. વિહાન એક પ્રતિભાશાળી ચેસ ખેલાડી પણ છે તેણે ખેલ મહાકુંભમાં કચ્છનું રાજ્યકક્ષાએ
પ્રતિનિધિત્વ કર્યું છે. SGFI ચેસ ટૂર્નામેન્ટમાં પણ બે વખત જિલ્લાનું રાજ્યકક્ષાએ
પ્રતિનિધિત્વ કર્યું છે. ફિડે ઈન્ટરનેશનલ રેટિંગ 1408 એરેના કેન્ડીડેટ
માસ્ટર (એસીએમ) અને અરેના ફિડે માસ્તર (એએફએમ) ટાઈટલ્સ પ્રાપ્ત કર્યા છે. વિહાનના પિતા
ભાવેશ રાઠોડ અને માતા રિંકુનું તેની સફળતામાં યોગાદન રહ્યું છે. વિહાને મેળવેલી સિદ્ધિમાં
મેન્ટર યોગેશ ગોસ્વામીનું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.