• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

વિરાણિયામાં આજે રાજ્યપાલના હસ્તે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ

મુંદરા, તા. 3 : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા. 4થી બે દિવસની કચ્છ મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે સવારે કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહ બાદ બપોરે મુંદરા તાલુકાની મુલાકાત લેશે. જ્યાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાશે. ગ્લોબલ કચ્છ - કચ્છમિત્રના દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહયોગથી ચાલતા ભૂખી નદી નવસર્જન પ્રોજેક્ટ અંતર્ગત કાંઠાનાં ગામોમાં મિયાવાકી વનોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પ્રથમ વિરાણિયામાં વન નિર્માણનો આવતીકાલે રવિવારે સાંજે 5 વાગ્યે રાજ્યપાલના હસ્તે વૃક્ષારોપણથી આરંભ થશે. આ મિયાવાકી ઈકોલોજી પાર્ક વન નિર્માણ પૈકીના પ્રથમ વિરાણિયા ગામે નિર્માણ પામનારાં વનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે વિવિધ મહાનુભાવો વૃક્ષારોપણમાં જોડાશે. આ સાથે વૃક્ષારોપણ અને વિરાણિયા ગ્રામ પંચાયતના ઉપક્રમે સાંજે 5.30 વાગ્યે વથાણ ચોકમાં સ્વચ્છતા અભિયાન અને સાંજે 8 કલાકે પ્રાથમિક શાળામાં રાત્રિસભા યોજાશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd