દુબઇ, તા. 3 : ફલાય દુબઇનાં વિમાનમાં ભારતીય
પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કરનાર ઓમાની સહપાઈલટ
હમામ અલ હમામી ઉર્ફે હિશામની જૂની ગતિવિધિઓની તપાસ ચર્ચામાં આવી છે. હમામના અલ-કાયદા
સાથે જોડાણ સામે પણ સવાલો ઊઠયા છે. તપાસમાં હિશામ અલ-કાયદાની વિચારધારાથી પ્રભાવિત
હોવાના પુરાવા પણ મળ્યા છે. પૂછપરછમાં હમામે કબૂલ્યું હતું કે, એ વિમાનને ઇઝરાયલમાં તોડવા માગતો હતો. હુમલાથી
પહેલાં પણ તેના વર્તન પર સવાલો ઊઠયા હતા. 2024માં કટ્ટરપંથી વિચારધારાના કારણે તેને ઓમાનની નેશનલ એરલાઇનની
પાઇલટ તાલીમમાંથી હટાવી દેવાયો હતો. લગભગ આઠ મહિના પહેલાં જ હમામ ફલાય દુબઇમાં જોડાયો
હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા 2023ના વીડિયો પર પણ ભારે ચર્ચા જામી છે. વીડિયોમાં દુબઇ એરપોર્ટ પર ઊભેલું એક ઇઝરાયલી વિમાન
અને તેની સાથે અયમાન અલ-જવાહિરીની તસવીર હતી. તે વખતે હમામ રોયલ ઓમાનમાં કામ કરતો હોવાનું
કહેવાય છે. તપાસ એજન્સીઓ એ જાણવાની કવાયત કરી રહી છે કે કેપ્ટન સ્મિત પર હુમલો વિમાન
પર કબજો કરી તોડી પાડવાની જ કોશિશ હતી કે કેમ.