ગાંધીધામ, તા. 3 : પુત્ર કપાતર થાય, પરંતુ મવાતર કયારેય કમાવતર ન થાય તેવી કહેવત
છે. આ કહેવતને ખોટી પાડતો ધૃણાસ્પદ કિસ્સો
અંજાર તાલુકાનાં વરસામેડી સીમમાં બહાર આવ્યો
હતો. પિતાએ પોતાની 14 વર્ષીય પુત્રી
સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના ઉજાગર
થઈ હતી, જેને પગલે પોલીસબેડામાં દોડધામ મચી હતી. આ બનાવમાં
માતાની પણ સામેલગીરી છે. પોલીસ સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નરાધમ પિતાએ પોતાની 14 વર્ષીય દીકરીને તેના મિત્ર
સાથે વાતચીત કરવા બાબતે તેને ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી અને અવારનવાર માથાકૂટ કરી હતી. આરોપી પિતાએ ફરિયાદીનાં વત્રો
ઉતારીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ વેળાએ ભોગ બનનારની માતા પણ હાજર હતી.આ
ઉપરાંત આરોપી માતાએ પીડિતાની નગ્ન તસવીરો પણ લીધી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યુ
છે. આ બનાવ ગત તા.14/9થી 2/10 સુધીના અરસામાં બન્યો હતો.
આ બનાવને લઈને ભારે ચકચાર પ્રસરી હતી. સમગ્ર મામલે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે. દરમ્યાન બંને
આરોપી ઝડપાઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.