• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

મીઠીરોહરમાં પ્રાણઘાતક હથિયારોથી સજ્જ 13 શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી

ગાંધીધામ, તા. 3 : શહેરના મીઠીરોહર વિસ્તારમાં પ્રાણઘાતક  હથિયારો સાથે ગેરકાયદેસર રીતે મંડળી રચી આવેલા 13 શખ્સે વૃદ્ધને ગાળો આપવા સહિતનાં કૃત્યને અંજામ આપ્યો હોવાના મામલે ફોજદારી નોંધાઈ હતી. મીઠીરોહરમાં હાજીપીર દરગાહની સામે ફરિયાદીના મકાન આગળ ગત તા. 16/9ના રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. નિવૃત્ત જીવન ગાળતા ફરિયાદી હુસેન ઓસમાણ વારાએ આરોપી  હનીફ હારૂન સોઢા, ગની સિધિક સોઢા, આકીબ સિધિક સોઢા, અનવર ઉમર સોઢા, સાહિલ ઉર્ફે કટપ્પા અબાસ સોઢા, અસલમ અબ્દુલ સોઢા, મુસ્તફા ઉર્ફે અભલો હનિફ સોઢા, અકબર હારૂન સોઢા,  અસગર ઓસમાણ સોઢા, હારૂન અબ્બાસ સોઢા, ફારૂક કાસમ સોઢા, ઈમરાન ઉર્ફે ઈમલુ ટોલો સોઢા તથા અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીના દીકરા કાસમે આરોપી  હનીફ સોઢાને કરેલા ફોનનું મનદુ:ખ રાખીને આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી ધોકા, છરી, ધારિયા સહિતનાં પ્રાણઘાતક હથિયારો સાથે ફરિયાદીનાં ઘરની બહાર આવી પહોંચ્યા  હતા. તહોમતદારોએ ફરિયાદી તથા તેમના પુત્રને ભૂંડી ગાળો આપી, પુત્ર કાસમનું કાસળ કાઢવું છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd