• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

લાકડિયા પોલીસે 10 હજારના માદક પદાર્થ સાથે શખ્સને દબોચ્યો

ગાંધીધામ, તા. 3 : લાકડિયા પોલીસે માળિયા-સામખિયાળી ધોરીમાર્ગ ઉપર આવેલી એક હોટલમાં દરોડો પાડીને રૂા. 10,980ના માદક પદાર્થના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી હતી. ભચાઉ તાલુકા પીપરાપાટી  વિસ્તારમાં આવેલ બાલાજી જાંભાણી હોટલમાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન અહીંથી ગેરકાયેદસર પોષડેડા પાઉડર 732 ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે આ ગુનામાં મૂળ રાજસ્થાનના આરોપી સુનીલ જલારામ બિશ્નોઈની એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 15,980ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd