ગાંધીધામ, તા. 3 : રાપર તાલુકના ઘાણીથરમાં
શિકારી ટોળકીને પડકારતા યુવાન ઉપર ફાયરિંગ કરનારા આરોપીઓને પોલીસે દબોચી લીધા
હતા. આ અંગે મળતી વિગતો મુજબ ગત તા. 30ના રાત્રિના અરસામાં આરોપીઓ અલ્તાફ દીનમામદ હિંગોરજા, મુબારક મામદ હિંગોરજા, હનીફ લીત નારેજા,નજરમામદ ઈસ્માઈલ હિંગોરજાએ ફરિયાદી પ્રભુભાઈ
રાજાભાઈ રાજપૂત ઉપર ફાયરિંગ કર્યું હતું. છરી
બંદૂક સાથેના હથિયાર ધરાવતા આરોપીઓએ બધાને બંદૂકના ભડાકે ઉડાડી દેવાની ચીમકી આપી હતી.
ગાગોદર અને આડેસર પોલીસની ટુકડીએ બાતમીના આધારે ચારેય આરોપીને ઝડપી પાડી રૂા. પાં હજારની
કિંમતની બંદૂક અને ત્રણ નંગ છરી કબજે કરી હતી.