• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

BSFના જવાનોએ રક્તદાન કરી માનવતા દાખવી

ભુજ, તા. 3 : આજે `રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ' નિમિત્તે માનવતાની સેવા તરફ એક સાર્થક પગલું ભરતાં વિશેષ રક્તદાન શિબિરનું આયોજન અહીંના સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવ્યું હતું. બીએસએફના કુલ 58 જવાનોએ - જેમાં કમાન્ડન્ટ  યોગેશ કુમાર અને ડો. સુમિતાએ સ્વેચ્છાએ રક્તદાન કર્યું અને બીએસએફના જરૂરિયાતમંદ લોકોના જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ શિબિરનું આયોજન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ભુજના સેક્ટર હેડક્વાર્ટર સ્થિત સંયુક્ત હોસ્પિટલ ખાતે સ્થાનિક આરોગ્ય વિભાગ (GKGH)ના ડો. નીલેશ રાજપૂતના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો અને હોસ્પિટલો માટે સુરક્ષિત રક્તનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો હતો.  સામાજિક સેવા અને માનવ કલ્યાણનાં આ કાર્યમાં 68, 85, 90, 176 અને 193મી બટાલિયન તેમજ 1033 આર્ટિલરી (Arty) અને વોટર વિંગના જવાનોએ જોડાયા હતા. આ પ્રસંગે કમાન્ડન્ટ યોગેશ કુમાર (176 બટાલિયન), કમાન્ડન્ટ એસ. એસ. ઠાકુર (1033 આર્ટિલરી), સેકન્ડ-ઇન-કમાન્ડ અશોક કુમાર (176 બટાલિયન), ડો. સુમિતા અને ડો. અનામિકા જેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરીને સરહદના રક્ષકોએ આ દિવસને માનવ કલ્યાણનાં કાર્યને સમર્પિત કર્યું હતું. કમાન્ડન્ટ યોગેશકુમારે જણાવ્યું હતું કે, `રક્તદાન એ એક ઉમદા કાર્ય છે અને જેમાં અમારા સક્ષમ તથા સમર્પિત જવાનોની સહભાગિતા ગર્વની બાબત છે, આ સામાજિક પ્રતિબદ્ધતાનું એવું કાર્ય છે જે માનવ કલ્યાણ અને માનવ જીવનનાં રક્ષણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.' 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd