ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાના ખંભરામાં આવેલાં વેલજી મતિયાદાદાનાં મંદિરમાં થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલીને પોલીસે ચાર આરોપીની
ધરપકડ કરી હતી. આ મંદિરની દાનપેટીમાંથી રોકડા રૂા. આઠ હજારની ચોરી થઈ હતી. આ ગુનનો
ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે વરસામેડી, મેઘપર કેનાલ પાસેથી આરોપી મિથુન વરસિંગ મોહનિયા,
અંશુ બંચુ કટારા, દિનેશ શબુરભાઈ ડામોર,
સમુ નબળાભાઈ મોહનિયાને પકડીને પુછપરછ કરી હતી. પોલીસે યુક્તિ- પ્રયુક્તિપૂર્વકની
પુછપરછમાં ભાંગી પડેલા આરોપી મિથુને મંદિર ચોરીના બનાવ અંગે કેફીયત આપી હતી. આ ઉપરાંત તેમણે સિનુગ્રા વાડી વિસ્તારમાં એક મોબાઈલની ચોરી
કરી હોવાની કબૂલાત આપી હતી.કાયદાના સંકજામાં આવેલા આરોપી પાસેથી રોકડા રૂા. 4960 તથા ચાર મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 24960નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. પોલીસે આ ગુનામાં સામેલ આરોપી જબલો ડામોર, સુમલો કટારા, સાગર મોહનિયાને ઝડપી પાડવા ચક્રોગતિમાન
કરી વધુ તપાસ હાથ ધરી છે.