• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

વરસામેડી સીમમાં બંધ રહેણાક મકાનમાંથી નોકરે રૂા. 3.90 લાખની માલમતા તફડાવી

ગાંધીધામ, તા. 3 : અંજાર તાલુકાનાં વરસામેડીમાં આવેલી એક સોસાયટીમાં નોકરે અન્ય એક  શખ્સની મદદ વડે  રમાંથી ચાંદીના દાગીના,રોકડ સહિત કુલ રૂા. 3.90 લાખની ચોરી કરી હતી, જેને પગલે પોલીસબેડામાં દોડધામ મચી હતી. વરસામેડી સીમમાં એરપોર્ટ રોડ ઉપર આવેલી રિવેરા એલિગન્સ સોસાયટીમાં ગત તા. 29/9/2026થી તા. 2/10/2026 સુધીના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. મકાન માલિક ફરિયાદી મનન પુનિતભાઈ મિત્તલે  પોતાનાં મકાનમાં છેલ્લા પાંચ મહિનાથી રસોઈકામ કરતા  આરોપી  નટવર ઉર્ફે રાહુલ ડમ્બર બહાદુર તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  આરોપીઓ ફરિયાદીનાં મકાનના બેડરૂમના બાથરૂમની બારી તોડીને અંદર પ્રવેશ્યા હતા. તહોમતદારોએ લોકર તોડી તેમાંથી ચાંદીનાં આભૂષણો, ભગવાનની મૂર્તિ સહિત કુલ 10 કિલો કિં. રૂા. 90 હજાર, રોકડા રૂા. એક લાખ  લઈ ગયા હતા. આ ઉપરાંત તહોમતદારો  બે લાખની બે ઘડિયાળ લઈ ગયા હતા. ફરિયાદીનાં મકાનના દરવાજાઓ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ અને પાસવર્ડથી સજ્જ  હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. ફરિયાદીના માતા-પિતા ચારધામની યાત્રાએ ગયા હતા તે સમયે નોકરે ચોરીનો કારસો રચ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ઘરફોડ ચોરીનો સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ અંગે પોલીસે વિધિવત રીતે ગુનો નોંધી ગુનામાં સામેલ આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ  હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd