મુન્દ્રા, તા. 2 : થોડા સમય પહેલાં તાલુકાના શિરાચા ગામ નજીક ભવ્ય કથાનું આયોજન કરનાર અદાણી ફાઉન્ડેશન દ્વારા
મુન્દ્રા તાલુકા અને આસપાસના લોકો જ નહીં, કચ્છભરના ગરબા પ્રેમીઓને જોડતું ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન ઘડાયું છે.
માત્ર ગરબા અને ભજનો, ધાર્મિક ગીતો સાથેની માતાજીની આરાધના સાથેની
અને બોલીવુડ ગીતો વિનાની એક સુસંસ્કૃત પણ વિશાળ
નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂકયો છે. મુન્દ્રા શાંતિવન ખાતે પત્રકારો સમક્ષ
જાહેરાત કરતાં અદાણી ગ્રુપના અધિકારીઓ કોર્પોરેટ અફેર્સ હેડ ભાવેશ ડોંડા, કોર્પોરેટ કોમ્યુનિકેશન હેડ જયદીપ શાહ, રમેશ મહેશ્વરી,
અદાણી ફાઉન્ડેશનના કિશોર ચાવડાએ આ માહિતી આપી હતી. આ સાથે કલાકારોએ અદાણી
ગ્રુપ સાથેના આયોજનમાં જોડાઈને ખૂબ જ ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો, સાથે કહ્યું હતું કે, માતાજીની આરાધનામાં વધુને વધુ લોકો
જોડાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા `પાંજી નવરાત્રી', રાસનો રંગ અદાણીને સંગ'ના સૂત્ર આ મહોત્સવ ઉજવાશે. આગામી તા.
11 થી તા. 19 મી ઓક્ટોબર સુધી રાત્રે 9 થી 12 વાગ્યા સુધી થનારા માતાજીની આરાધના સાથેના ગરબામાં નિ:શુલ્ક
પ્રવેશ રહેશે. ગુંદાલા રોડ પર કોન્પ્લેક્ષ મલ્ટીપ્લેક્સની બાજુના મેદાનમાં થનારા આ
ગરબા મહોત્સવમાં ટોચના કલાકારો ભાગ લેશે. જે આયોજનમાં વિશાલ ગઢવી, વંદના
ગઢવી, જીગ્નેશ ગઢવી,
દેવલ ગઢવી સહિત ટોચના કલાકારો ભાગ જોડાશે.