• શનિવાર, 18 જુલાઈ, 2026

દીકરીઓના સન્માન, સુરક્ષા અને ન્યાય મુદ્દે આવેદનપત્ર

અંજાર, તા. 17 : કચ્છ જિલ્લા રાજપૂત (ક્ષત્રિય) સમાજનાં વિવિધ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે સ્વ. રાજલબા સુખદેવસિંહ વાઘેલાના આત્મહત્યા પ્રકરણમાં નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી તપાસ કરી દોષિત આરોપી સામે કડક કાયદાકીય કાનૂની કાર્યવાહી કરવા માંગની સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજા, સામાજિક અગ્રણી જયદેવસિંહ વાઘેલા, અંજાર શહેર ક્ષત્રિય સમાજના પ્રમુખ દશરથસિંહ જાડેજા, જિલ્લા સામાજિક અગ્રણી અજયપાલસિંહ જાડેજા, ગાંધીધામ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, અંજાર સુધરાઈના નગરસેવક  રાજેન્દ્રસિંહ જાડેજા, રાજુભા જાડેજા તથા જુદા-જુદા તાલુકાના સામાજિક અગ્રણીઓ  વિગેરે ઉપસ્થિત રહીને સમાજની એકતા અને દીકરીઓના સન્માન માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સામાજિક અગ્રણી જયદેવસિંહ વાઘેલાએ કહ્યંy હતું કે, આ રજૂઆત કોઈ વ્યક્તિ કે પરિવાર વિરુદ્ધ નથી, પરંતુ સમાજમાં દીકરીઓને સાસરિયા પક્ષે માનસિક કે શારીરિક પીડા સહન ન કરવી પડે અને ભવિષ્યમાં કોઈ પણ દીકરી આત્મહત્યા જેવું દુ:ખદ પગલું  ભરવા મજબૂર ન બને તે માટે સમાજમાં જાગૃતિ અને સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે. સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરી દેષિતો સામે કાયદેસરની કાર્યવાહી  કરી પીડિત પરિવારને ન્યાય અપાવવા અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લેવા જિલ્લા મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ રજૂઆત કરી હતી. અંતમાં સમાજે અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ લડત કોઈ  વ્યક્તિ વિરુદ્ધ નથી, પરંતુ  સમાજમાં દીકરીઓના સન્માન, સુરક્ષા અને ન્યાય માટેની છે. સામાજિક બદલાવ સાથે દરેક પરિવારમાં જાગૃતિ લાવીને એવી સંસ્કૃતિનું નિર્માણ કરવામાં આવે જ્યાં કોઈ પણ દીકરીને આ પ્રકારની પીડા ને અન્યાયનાં કારણે જીવન ટુંકાવાની ફરજ ન પડે. આવેદનપત્ર પાઠવતી વેળાએ કચ્છ જિલ્લા (રાજપૂત) ક્ષત્રિય સભા તથા મહિલા અને યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેના, અંજાર તાલુકા અને શહેર (રાજપૂત) ક્ષત્રિય સભા, કંડલા કોમ્પ્લેક્સ (રાજપૂત) ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd