ગાંધીધામ, તા. 17 : કચ્છમાં રેલવે દ્વારા સામખીયાળી ગાંધીધામ ચાર લાઈનનું કામ પુર ઝડપે ચાલી
રહ્યું છે ત્યારે કામગીરી પુર્ણતાના આરે છે ત્યારે ભચાઉઆ સહીત ત્રણ સ્ટેશનમાં જોડાણ માટેની
કામગીરીના કારણે રેલવે દ્વારા મેઘા બ્લોક લેવાતા કચ્છથી મુંબઈ સહીત દેશના અનેક
રાજયો સાથે જોડતી મહતમ ટ્રેનોને સંપુર્ણ રદ
અથવાતો આંશીક રદ કરાઈ છે. ચાર ઓગષ્ટ સુધી અંશિક રદ
કરાયેલી દિવસે દોડતી તમામ ટ્રેનોને અમદાવાદ સુધી ટુંકાવવામાં આવી છે જો કે રાત્રીના ઉપડતી તમામ ટ્રેનો આ સમય ગાળા દરમ્યાન
રાબેતા મુજબ દોડશે. - ઓટોમેટીક
સીગ્નલીંગ, ચાર લાઈનનું
કામ : રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સામખીયાળીથી ગાંધીધામ સુધીના ચાર લાઈનનુ કામ પુરૂ
થવાનું છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ સેકશનની માફક ભચાઉથી સામખીયાળી સુધી ઓટોમેટીક સીગ્નલીંગનું
કામ પણ હાથ ધરાશે. તેમજ ઓગષ્ટમાં ચાર લાઈનના
કામના જોડાણ બાદ રેલવેના સુરક્ષા કમીશરન દ્વારા ત્રણ દિવસ નિરિક્ષણ કરાશે. આ કામદના
કારણે આગામી તા. 15મીથી 23 દિવસ સુધી ભચાઉ, વોંધ અને સામખીયાળી ખાતે મેઘા બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે ગાંધીધામ અને ભુજથી ઉપડતી ટ્રેનોને
રદ અને આંશિક રદ કરવામાં આવી છે. - કચ્છથી મુબંઈ, ગાંધીધામ પાલનપુર ઈન્ટરસીટી રદ : રદ ટ્રેનોની વિગતો મુજબ
ગાંધીધામ બાન્દ્રા (09416) તા.
23 અને તા. .30ના, બાન્દ્રા ભુજ (09037) તા.
18, તા. 23, તા. 26, તા. 30 સહીત ચાર દિવસ, બાન્દ્રા ભુજ( 12965) તા. 28 અને તા. 4 ઓગષ્ટ ના બે ટ્રીપ, દૈનિક ગાંધીધામ પાલનપુર (19406) તા. 19 જુલાઈથી તા.
4 ઓગષ્ટ સુધી 16 દિવસ, બાન્દ્રા
ગાંધીધામ (22951) તા.
24 અને તા. 31ના , બાન્દ્રા ભુજ (09009) તા.
19 અને તા. 26 જુલાઈના, બાન્દ્રા
ગાંધીધામ (09415) તા.
23 અને તા. 30 જુલાઈના , બાન્દ્રા
ભુજ (12959) તા. 25 અને તા. 1 ઓગષ્ટના, બાન્દ્રા ભુજ (09011) તા. 21 અને. તા. 28 જુલાઈના, ભુજ
બાન્દ્રા ( 09010) તા.
20 અને તા. 27 જુલાઈના, ભુજ
બાન્દ્રા ( 09038) તા. 19, તા. 24, તા. 26, અને તા. 31ના , ભુજ બાન્દ્રા (09012) તા 22 અને તા. 29ના, ભુજ બાન્દ્રા (12960) તા. 27 અને તા. 3 ઓગષ્ટના, ભુજ બાન્દ્રા (12966) તા. 24 અને તા. 31 જુલાઈના, પાલનપુર ભુજ (19405) તા. 19 થી તા. 4 ઓગષ્ટ સુધી રદ અને ગાંધીધામ બાન્દ્રા (22952) તા. 23 અને તા. 30ના સંપુર્ણ રદ કરવામાં આવી છે. - નમો ભારત 12 દિવસ ધ્રાંગધ્રા સુધી દોડશે
: આ ઉપરાંત કચ્છથી આવતી જતી લાંબા અંતરની દૈનિક સાપ્તાહીક અને બે દિવસ ચાલતી ટ્રેનોને ટુંકાવવામાં આવી છે. જેમાં આ તમામ ટ્રેનો ઓગષ્ટ સુધી કચ્છ નહી પહોંચે ભુજ અમદાવાદ વચ્ચે દોડતી લોકોની
પસંદગીની નમો ભારત રેપીડ રેલ ભુજ થી (94802) તા. 24 જુલાઈથી 4 ઓગષ્ટ સુધી અને અમદાવાદથી તા. 23 જુલાઈથી 3 ઓગષ્ટ સુધી ધ્રાંગધ્રા ભુજ વચ્ચે રદ કરાઈ
છે. - બરેલી ચાંદલોડીયા અને ભીલડી
સુધી દોડાવાશે : બરેલી ભુજ (14321) તા. 27, તા. 29, તા. 31, તા. 2 અને તા. 3 ઓગષ્ટના ભીલડી ભુજ વચ્ચે રદ રહેશે. જયારે બરેલી ભુજ (14311) તા. 28, તા. 30, તા. 27, તા. 1 ઓગષ્ટના ચાંદલાડીયા ભુજ વચ્ચે રદ રહેશે. એજ રીતે ભુજ બરેલી (14312) તા. 28, તા. 29, તા. 31, તા. 4ના
ભુજ ચાંદલોડીયા વચ્ચે જયારે ભુજ બરેલી ( 14322)) તા. 30, તા. 1, તા. 2, તા. 3 ઓગષ્ટના ભુજ ભીલડી
વચ્ચે આંશિક રદ રહેશે. આ ટ્રેનો ભીલડી
અને ચાંદલોડીયાથી બરેલી તરફ જવા રવાના થશે. - એસી એકસપ્રેસને અમદાવાદ ટુંકાવાઈ : ભુજ બાન્દ્રા
વચ્ચે સપ્તાહમાં ત્રણ વખત દોડતી એસી એકસપ્રેસને પણ અમદાવાદ ખાતે ટુંકાવાઈ છે. ભુજ બાન્દ્રા
એસી એકસપ્રેસ ( 22904) તા.
1 ઓગષ્ટ અને 3 ઓગષ્ટના ભુજ અમદાવાદ
વચ્ચે રદ રહેશે. અમદાવાદથી મુંબઈ તરફ રવાના થશે. એજ રીતે બાન્દ્રા ભુજ ( 22903) તા. 31 અને તા. 2 ઓગષ્ટના બાન્દ્રાથી અમદાવાદ સુધી દોડશે જયારે અમદાવાદ ભુજ
વચ્ચે બે ટ્રીપ રદ રહેશે. - સાપ્તાહીક
ટ્રેનો અમદાવાદ ખાતે ટુંકાવાઈ : આ ઉપરાતં ગાંધીધામ બેંગ્લોર ( 20685 ) તા. 4 ઓગષ્ટના અને બેંગ્લોર ગાંધીધામ (20686) તા. 1 ઓગષ્ટના બે ટ્રીપ અમદાવાદ ખાતે ટુંકાવાઈ છે. તા. 31ના ગાંધીધામ નાગરકોઈલ
(16335) અને તા. 28ના નાગરકોઈલ ગાંધીધામ (16336) ને પણ અમદાવાવદ ખાતે ટુંકાવાઈ
છે. તા. 3 ઓગષ્ટના પુને ભુજ (11092) અને તા. 5ના ભુજ પુને (11091) ટ્રેનને પણ અમદાવાદ
સુધી દોડશે. તેમજ તા. 2ના રવાના
થનારી ઈન્દોર ગાંધીધામ ( 20936) અને તા. 3ના રવાના
થનારી ગાંધીધામ ઈન્દોર (20935)ને પણ અમદાવાદ
ખાતે ટુંકાવાઈ છે. રેલવે દ્વારા રદ કરાયેલી ટ્રેનોના પ્રવાસીઓને પુરૂ રીફંડ આપવામાં
આવશે તેમજ આ ફેરફાર અંગે એસ.એમફ.એસ દ્વારા જાણ કરાશે.