ગાંધીધામ, તા.17 : ગાંધીધામ મહાનગરપાલિકા 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં
બાંધકામ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે ત્રણ મહિનામાં 500 મિલકતોમાં નામ ટ્રાન્સફર થયા
છે ઉપરાંત દસ્તાવેજોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં અનેક
મિલકતોની લે વેચ થઇ છે ઉપરાંત ગ્રામીણમાં નવી નવી સોસાયટીઓ આકાર પામી રહે છે જેના પગલે
રીયલ એસ્ટેટનો ધંધો હરણફાળ ભરી રહ્યો છે અંતરજાર,શિણાય, કિડાણા ગામની આસપાસના વિસ્તારમાં નવી નવી સોસાયટીઓ
આકાર પામી રહી છે આ ઉપરાંત વરસામેડી,
ગળપાદર ની આસપાસ ને લગતા વિસ્તારમાં વ્યાપક મકાનો બની રહ્યા છે. નવી સોસાયટીઓ બની રહી છે મેઘપર બોરીચી માં જુમાપીર
ફાટકથી પાણીના ટાંકા તરફ જતા માર્ગ ઉપર પણ નવી સોસાયટીઓ નિર્માણ પામી રહી છે. ઉપરાંત
આસપાસના વિસ્તારોમાં પ્લોટીંગની જમીનનો વેચાઈ રહી છે પ્લોટના સોદા થઈ રહ્યા છે. ઘણા
વિસ્તારો એવા છે કે જ્યાં જગ્યા મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે.મહાનગરપાલિકા બનતા ભાવમાં
પણ વ્યાપક ઉછાળો આવ્યો છે. હાલના સમય કોર્પોરેશનમાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં
મોટા પાયે મકાનો ની લે-વેચ થઈ રહી છે નવા મકાનો બની રહ્યા છે સોસાયટીઓ આકાર પામી રહી
છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં જૂની મિલકતોનું નવીનીકરણ થઈ રહ્યું છે ઉપરાંત
મકાનોની લે વેચ પણ વધારો જોવા મળી રહ્યો છે. ગાંધીધામ શહેરના સાઉથ સહિતના વિસ્તારોમાં
તાજેતરમાં અનેક મિલકતોની લે વેચ થઈ છે અને કરોડો રૂપિયા ના મકાનોનું વેચાણ થયું છે.
મહાનગરપાલિકા માં એક એપ્રિલ 2026 થી લઈને 30 જૂન 2026 દરમિયાન ત્રણ મહિનામાં 500 મિલકતોમાં નામ ટ્રાન્સફર થયા
છે. તેના થકી થી મનપાને 13.78 લાખની આવક
પણ થઈ છે. એક જાન્યુઆરી 2025 ના ગાંધીધામ
મહાનગરપાલિકા બની છે પ્રારંભિક તબક્કામાં કિડાણા અંતરજાળ, શિણાય, ગળપાદર,
મેઘપર કુંભારડી અને મેઘપર બોરીચીનો સમાવેશ કરાયો હતો ત્યારથી જ મિલકતોના
ભાવમાં ઉછાળો આવ્યો હતો અને તેમાં પણ મેઘપર બોરીચી અને કુંભારડી માં પાણી અને ગટરનો
લગભગ 227 કરોડનો પ્રોજેક્ટ આવતા મિલકતોના
ભાવમાં વ્યાપક વધારો જોવા મળ્યો છે. ત્યાર પછી બીજા તબક્કામાં ભારાપર,પડાણા, ખારીરોહર તથા મીઠી
રોહર અને ચુડવા નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેના પગલે વિસ્તાર 188 ચોરસ કિલોમીટરનો થયો છે. કોર્પોરેશન
વિસ્તારમાં હાલના સમયે રિયલ એસ્ટેટના ધંધામાં તેજી જોવા મળી રહી છે. - રહેણાંક-વાણિજ્ય
મિલકતોની ફીમા વધારો કરાય તો આવક વધે : કોર્પોરેશનની
તિજોરી તળિયા ઝાટક છે અને સ્વભંડોળની આવકના સ્ત્રોત મર્યાદિત છે. રહેણાંક મકાનની લે
વેચમાં દસ લાખ સુધી નામ ટ્રાન્સફરથી 1000 રૂપિયા છે ત્યાર પછી વધારે કિંમતનો દસ્તાવેજ હોય તો દસ્તાવેજની
રકમનો 0.1 ટકા ટ્રાન્સફરથી લેવામાં આવે
છે વાણિજ્ય મિલકતમાં 0.2 ટકા લેવામાં
આવે છે. પહેલા થી 300 નક્કી હતી
એટલે મર્યાદિત આવક થતી હતી. જ્યારથી દસ્તાવેજની
રકમ ઉપર ટ્રાન્સફરથી કરવામાં આવી છે ત્યારથી આવકમાં પણ વધારો થયો છે. પરંતુ હજુ સ્વ
ભંડોળ ની આવકમાં વધારો કરવો હોય તો મિલકતમાં નામ ટ્રાન્સફર ફી માં વધારો કરવો જરૂરી
છે હવે કોર્પોરેશન વિસ્તાર થયો છે સરકારમાંથી જરૂરી મંજૂરી લઈને આપવી માં વધારો કરવાની
દિશામાં વિચારણા થઈ શકે તેમ છે - નવી 30 મિલકતોની આકારણી થઈ : કોર્પોરેશન વિસ્તારમાં બાંધકામના વ્યવસાયમાં તેજી જોવા મળી રહ્યું
છે તેને સાથે સાથે કોર્પોરેશનને આવક વધે છે અને ચોપડા ઉપર મિલકતોની સંખ્યામાં પણ વધારો
થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્રણ મહિના દરમિયાન કોર્પોરેશન વિસ્તારમાંથી 30 નવી મિલકતોની આકારણી કરવામાં
આવી છે અને તેની ઉપર ટેક્સ પણ દાખલ કરવામાં આવ્યો છે અને તેના થકી થી વેરાની આવક પણ
વધી છા