• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

પંચ પરિવર્તનના સિદ્ધાંતો અપનાવી, રાષ્ટ્ર ઉન્નતિમાં સહયોગી બનવા કાર્યકર્તાઓને હાકલ

વરસામેડી  (તા. અંજાર), તા. 9 : ભારત વિકાસ પરિષદનો અલગ કચ્છ પ્રાંત બન્યા બાદ એક વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક સાધારણ સભા વરસામેડી શાખાના યજમાન પદે મળી હતી, જેમાં  પંચ પરિવર્તનના સિદ્ધાંતો અપનાવી, રાષ્ટ્ર ઉન્નતિમાં સહયોગી બનવા કાર્યકર્તાઓને હાકલ કરાઈ હતી. પ્રારંભે મહેમાનોના કરકમળ દ્વારા દીપ પ્રાગટય બાદ રાપર શાખાના અંકિત ચંદે દ્વારા વંદે માતરમનું ગાન કરાયું હતું. રાપર શાખાના સ્થાપક મંત્રી નીલેશ માલી અને માંડવી શાખાના સ્થાપક પ્રમુખ કૈલાસ ઓઝાના નાના ભાઈનું અવસાન થતાં મૌન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ તકે વરસામેડી શાખા દ્વારા મહેમાનોનું સન્માન કરાયું હતું, આ શાખાના બાળકો  દ્વારા ગણેશ સ્તુતિ અને સ્વાગત ગીત  રજૂ કરાયું હતું.પ્રાંતના અધ્યક્ષ ડો. અમિત પટેલે શાબ્દિક આવકાર સાથે અધ્યક્ષીય પ્રવચનમાં લોકસેવાના કાર્યોમાં અગ્રેસર થવા આહ્વાન કર્યું હતું. મહામંત્રી ભૂષણ ભટ્ટ અને વૃત્ત સચિવ પ્રેયસ ધોળકિયાએ સંસ્થાના કાર્યની વિગતો આપી હતી.સંસ્થાના ક્ષેત્રના સંપર્ક પ્રમુખ જખાભાઈ હુંબલે પ્રાંતના નવનિયુક્ત હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા. પ્રાંતના મહિલા સહભાગીતા કાજલબેન પટેલે મહિલાઓ દ્વારા વર્ષ દરમિયાન થયેલાં કાર્યોની માહિતી આપી હતી. સેવા ક્ષેત્રના કન્વીનર અરાવિંદ તુંવરે માન-સન્માનની અપેક્ષા વિના સેવાકાર્યો કરવા શીખ આપી હતી.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ જિલ્લા વિભાગ સંઘ ચાલકજી હિંમતાસિંહજી વસણે કાર્યકર્તાઓને સંઘ શતાબ્દિ વર્ષમાં સંઘે આપેલા કાર્યક્રમોમાં જોડાઈ, પંચ પરિવર્તનના સિદ્ધાંતો અપનાવી એ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિમાં સહયોગી બનવા હાકલ કરી હતી. સંચાલન મહામંત્રી ભૂષણ ભટ્ટ અને આભારદર્શન પ્રાંત સંગઠન મંત્રી ડો. અનંત હોંગલે કર્યા હોવાનું પ્રાંત મીડિયા કન્વીનર દિનેશ સોનીએ જણાવ્યું હતું. 

Panchang

dd