• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

સામાજિક કલ્યાણની યોજનાઓ રાજ્યનાં બજેટમાં સમાવાઈ

ભુજ, તા. 18 : ખેડૂતો, યુવાનો અને મહિલાઓને આકર્ષિત કરતું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું હતું, જેને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ આવકારતાં જણાવ્યું હતું કે, 4,08,053 કરોડનું ગુજરાતના સર્વાંગી વિકાસને દર્શાવતું બજેટ આરોગ્ય, શિક્ષણ, ધર્મસ્થળોના વિકાસ, આદિજાતિ, ઊર્જા દરેક ક્ષેત્રને આવકારતું પ્રજાહિતલક્ષી બજેટ છે. રાજ્યમાં વધી રહેલું આંતરમાળખાંકીય રોકાણ અને સામાજિક કલ્યાણની યોજનાઓને બજેટમાં સમાવેશ કરાયો છે. પંચાયત અને ગ્રામ વિકાસ માટે, જળસંપત્તિ વિભાગ, વાહનવ્યવહાર અને બંદર વિભાગ માટેમુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે, દરિયામાં વહી જતાં નર્મદાનાં પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઈપલાઈન યોજના માટે રૂા. 1237 કરોડ, સૌની યોજના માટે રૂા. 473 કરોડ તથા કચ્છની યોજના માટે રૂા. 1333 કરોડ એમ કુલ રૂા. 3043 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. ગૌશાળાઓ-પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટો માટે બાયોગેસ પ્લાન્ટ, આદિજાતિ-સાગરકાંઠા નવા કૃષિ વિષયક જોડાણ, વનવિકાસ, સામાજિક વનીકરણ, પોલીસ કર્મચારીઓ માટે 20 હજારથી વધુ આવાસ, સોઇલ હેલ્થકાર્ડ, યાત્રાધામોના વિકાસ, પરિવહન માટે 2963 બસો, વિવિધ જિલ્લામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ, રસ્તાઓ ને હાઈસ્પીડ કોરિડોર અપગ્રેડ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, 74 આદર્શ નિવાસી શાળા, આરોગ્ય સુવિધા, અદ્યતન સુવિધાસભર સમરસ છાત્રાલય, ગણવેશ સહાય, નામો કૌશલ્ય લક્ષ્મી યોજના, રક્ષાશક્તિ સ્કૂલો, 16 નવી કોલેજો, લખપતિ દિદિ અભિયાન, વીજલાઈનો અન્ડર ગ્રાઉન્ડ, સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકાસ, અનુ.જાતિ ને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ખેતી માટે - સેન્ટર ઓફ એકસેલન્સ કેન્દ્ર માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એમ સાંસદે જણાવ્યું હતું અને કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તાર દૂધ ઉત્પાદક સહકારી સંઘો માટે સહાયની યોજના અમલમાં મુકાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

Panchang

dd