ભુજ, તા. 18 : મહાનગર બનવા તરફ ડગ માંડતાં
ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામ પ્રવૃત્તિનો ધમધમાટ વિસ્તર્યો છે. ભુજ શહેર
વિકાસ સત્તામંડળની હદમાં આવતા ભુજ શહેર ઉપરાંત માધાપર, મિરજાપર, રતિયા સહિતના
વિસ્તારમાં હવે બાંધકામ કરવું મોઘું પડશે. ભાડાએ
ડેવલપમેન્ટ ચાર્જ અમલી બનાવવા માટેની તજવીજ હાથ ધરતાં તેના ઘેરા પ્રત્યાઘાત
પડયા છે. અગાઉ મિલકતધારક પાસેથી ચકાસણી ફી અને એમેનિટીઝ ફી વસૂલવામાં આવે છે,
તેમાં હવે ડેવલપમેન્ટ ચાર્જનો વધારો થયો છે. સંબંધિત વ્યવસાયકર્તાઓને
ડેવલપમેન્ટ ફી માટેની સૂચના આપી દેવાઈ છે. જો કે, ભાડાએ અમલવારી
બાકી હોવાનું કહ્યું છે. : ડેવલપમેન્ટ
ચાર્જનો બોજ : ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની 18 નવે. 202પના યોજાયેલી બોર્ડ બેઠકમાં
ગુજરાત નગરરચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 99 હેઠળ વિકાસ
દર વસૂલવા દરખાસ્ત કરાઈ છે. અગાઉ ભુજ વિકાસ
સત્તા મંડળ હેઠળના વિસ્તારમાં ચકાસણી ફી, પ્રતિ ચો.મી. 100 રૂપિયા એમેનિટીઝ
ફી વસૂલાતી હતી. હવે તેમાં ડેવલપમેન્ટ ચાર્જનો ઉમેરો થવાની સંભાવના છે. - દર મહિને 250 થી વધુ ફાઈલ મંજૂરી માટે આવે
છે : સત્તાવાર રીતે મળેલી વિગત અનુસાર ભાડા કચેરીમાં દર મહિને બાંધકામ પરવાનગી મેળવવા માટે 2પ0થી વધુ અરજી આવે છે. ડેવલપમેન્ટ ચાર્જનો બોજ આ તમામ મિલકતધારકો
પર પડવાનો છે. - વિકાસ દર લાદવાથી આર્થિક બોજ
વધશે : સિવિલ એન્જિનીયર એસો. કાસિયાના પ્રમુખ રાજ
માણેકે વિકાસ દર લાદવાથી આર્થિક બોજ વધશે તેવી પ્રતિક્રિયા આપી છે. - આ માટે વસૂલવામાં આવે છે ડેવલપમેન્ટ
ચાર્જ : જમીન,
મકાન કે ફ્લેટના વેચાણ કે બાંધકામ સમયે માળખાકીય સુવિધા વિકસાવવા હેતુ
ડેવલપમેન્ટ ચાર્જ વસૂલાતો હોય છે. ગુજરાત સરકારે મોટા ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવા પર અંકુશ
મૂક્યો છે.