ભુજ, તા. 24 : કચ્છમાં
ગઇકાલે છવાયેલો ધુમ્મસનો માહોલ વિખેરાયા બાદ હવામાન વિભાગના અનુમાન અનુસાર ઠંડીની
ચમકમાં થોડો વધારો જોવા મળ્યો છે. નલિયામાં બે ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ પારો 12 ડિગ્રીએ
પહોંચતાં નલિયા રાજ્યનું મોખરાનું ઠંડું મથક બન્યું હતું અને અંજાર-ગાંધીધામમાં 15 ડિગ્રીએ
મોડી સાંજથી લઇ વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મહત્તમ તાપમાન 30 ડિગ્રી
આસપાસ રહેતાં દિવસ હૂંફાળો રહ્યો હતો. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન
તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થાય તેવી શક્યતાને નકારી છે. એટલે કે, ઠંડીના કડકડતા રાઉન્ડ
માટે હજુ કચ્છે રાહ જોવી પડશે તેવું હવામાનશાત્રીઓએ જણાવ્યું છે.