ગાંધીધામ, તા. 24 : આગામી
19મી
જાન્યુઆરીએ આદિપુરમાં સમસ્ત બ્રહ્મસમાજની 111 દીકરીનો સમૂહલગ્નોત્સવ તથા 171 યજ્ઞોપવિ
(જનોઈ)ના કાર્યક્રમ અંગે આયોજક દ્વારા મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું
હતું. આ સમૂહલગ્નોત્સવ ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના સહયોગથી યોજાશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે દાતા પરિવારના અગ્રણી તથા સ્થાનિક રાજકીય અગ્રણી
દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવવામાં આવ્યું
હતું. આયોજન યજમાન દાતા પરિવારના શ્રીરામ ગ્રુપ ગાંધીધામના બાબુભાઈ ભીમાભાઈ હુંબલ
તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ
દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત રહ્યા હતા. દંપતીઓ તથા યજ્ઞોપવિત ધારણ કરનારા બટુકોને
આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રીને અનુરોધ
કરાયો હતો. આ વેળાએ મુખ્યમંત્રીએ દાતા પરિવારના બાબુભાઈ હુંબલને
બ્રહ્મસમાજના કન્યા સમૂહલગ્ન અને સમૂહ
યજ્ઞોપવિતનાં આયોજન બદલ શુભેચ્છા પાઠવી
આવા સત્કર્મને બિરદાવ્યાં હતાં. નોંધપાત્ર છે કે, બાબુભાઈ
હુંબલ દ્વારા અનેક સેવાકીય કાર્યો, શૈક્ષણિક કાર્ય, સામાજિક અને ધાર્મિક કાર્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.