મુંદરા, તા. 24 : અહીં
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા
મુંદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિશુળ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું હતું. દીક્ષાના આચાર્ય તરીકે શાસ્ત્રી અશોક યાજ્ઞિક દ્વારા વૈદિક મંત્રોચ્ચાર
સાથે યુવાનોને વિધિવત ત્રિશુળ દીક્ષા ગ્રહણ કરાવવામાં આવી હતી. દીક્ષાવિધિ દરમિયાન
ધર્મરક્ષા, રાષ્ટ્રસેવા,
રાષ્ટ્ર રક્ષા તથા સંસ્કારયુક્ત જીવનનો સંકલ્પ લેવાયો હતો. પૂ. શ્યામદાસજી મહારાજ, કૃષ્ણપ્રિય સ્વામી તથા પૂ. મૃદુલા માતાજી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય
વક્તવ્ય કિશનજી પ્રજાપતિ (કેન્દ્રીય બજરંગ દળ સંયોજક) દ્વારા આપવામાં આવ્યું હતું.
તેમજ ક્ષેત્રના બજરંગ દળ સંયોજક જ્વલિત મહેતા, રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના કિશોરાસિંહ ચુડાસમા (સંઘના મુંદરા તાલુકા સંઘ ચાલક), કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ રૈયાણી, પૂર્વ કચ્છ જિલ્લા
મંત્રી હર્ષદ પરવાડિયા, જગદીશ સોરઠિયા (સૌરાષ્ટ્ર પ્રાંત સહ
કોષાધ્યક્ષ), મહાવીર જોષી, ધવલ રાજગોર,
રાજેશ વેગડ, ભગીરથાસિંહ રાયજાદા, રમેશ મરંડ, રાજન જોશી સહિતના આગેવાનો દ્વારા પણ
માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ મુંદરા નગર અધ્યક્ષ નરેન્દ્રાસિંહ
ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સંચાલન મંત્રી ભાવેશ ઠક્કર દ્વારા
કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે દલરામ ચૌધરી,
રણજિતાસિંહ જાડેજા, કેતન પ્રજાપતિ, સુખદેવાસિંહ
અસવાર, જિગર રાજગોર, મયૂર સાધુ,
દલપત મકવાણા, મનોજ શર્મા, રાજેન્દ્રાસિંહ અસવાર સહિત ટીમે જહેમત
ઉઠાવી હતી.