માધાપર (તા. ભુજ), તા. 24 : અહીં રાધા રેસીડેન્સીમાં એક એકરમાં સુંદર બનાવવામાં
આવેલ અટલ બાગમાં ભારતરતન્થી સન્માનિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની વિશાળ પ્રતિમા
તૈયાર કરાઈ છે જેનું લોકાપ`ઍણ
તા. 26/12/25 શુક્રવારના
સવારે 9 વાગ્યે કેન્દ્રીય શ્રમ રોજગાર
અને રમતગમતના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાના હાથે કરાશે. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ
છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ
પટેલ, ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા
પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા વગેરે હાજર રહેશે. 35 લાખના ખર્ચે દાતા પરિવારના સહયોગથી અટલબાગ બનેલ છે.
ડો. જે. કે. દબાસીયા પરિવાર-અરજણભાઈ રબારી એલએલસી કન્સ્ટ્રકશન દ્વારા સહયોગ પ્રાપ્ત
થયેલ છે. એક એકરમાં ફેલાયેલ આ અટલ બાગ એક આયુર્વેદ ઉધાન પક્ષી ઉધાન - દાદા દાદી પાર્ક
એક બાલવાટિકાનું નિર્માણ કરાયું છે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયત સહયોગથી બનાવવામાં
આવેલ અટલબાગના નિર્માણમાં નવાવાસ પંચાયતના સરપંચ વાલજી ડાંગર, જયંતભાઈ માધાપરીયા, કેવલભાઈ દબાસીયા, દેવાભાઈ રબારીનો સહયોગ મળ્યો છે.