ભુજ, તા. 15 : વર્તમાન
સમયમાં દેશના ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી મતદાર સુધારણા કામગીરી દરમ્યાન કચ્છમાં
2.14 લાખ મતદાર બાકાત થતાં અગાઉ કચ્છ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લામાં એક લાખ કરતાં વધુ બોગસ મતદાર હોવાનો દાવો
સાચો સાબિત થયો હોવાનું જણાવી કોંગ્રેસે કચ્છમાં ચાલતી એસ.આઈ.આર.ની કામગીરી સામે સવાલ
ઉઠાવ્યો છે. શહેરના કોંગ્રેસ ભવન ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોને સંબોધતાં
જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું કે, જણાવ્યું હતું કે, મતદાર યાદીમાંથી તમામ ખોટા નામો રદ કરવામાં આવે તેવી તેમણે ચૂંટણી તંત્ર સમક્ષ
માંગ કરી છે. શ્રી હુંબલે વધુમાં જણાવ્યું કે, જિલ્લાના ચૂંટણી
તંત્ર દ્વારા હાથ ધરાયેલી મતદાર સુધારણા દરમ્યાન પ્રથમ તબક્કે બે લાખથી વધુ નામ નીકળી
ગયા છે, તેમજ વિદેશ કે અન્ય રાજ્યમાં રહેતા લોકોએ પણ ફોર્મ ભર્યા
હોવાથી હજુયે અનેક નામ કમી થવાની સંભાવના છે, આ બાબતથી સ્પષ્ટ
થાય છે કે, તેમણે અગાઉ કચ્છમાં બોગસ મતદારો હોવાનો દાવો સાબિત
થાય છે. શ્રી હુંબલે કહ્યું કે, કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના
કારણે સર્જાયલા વિનાશના કારણે અનેક લોકો સ્થળાંતરિત થઈ ગયા હોવાથી 2002ની મતદાર સુધારણા યાદીમાં 25 ટકા જેટલા લોકોના નામો ન હોય તેવા કિસ્સામાં અગત્યના
સરકારી પૂરાવા નાશ પામ્યા હોય તેવી સ્થિતિમાં 1995ની
મતદાર યાદી માન્ય રાખવા તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ માંગ કરી હોવાનું જણાવ્યું હતું.
તેમણે અબડાસા, ભુજ, અંજાર, માંડવી-મુંદરા,
ગાંધીધામ, રાપર સહિતના વિધાનસભા મત વિસ્તારમાં
આવીને વસેલા પરપ્રાંતિય લોકોના અન્ય રાજ્યોમાં નામ નોંધાયેલા છે તેમની પણ ચકાસણી કરવા
માંગ કરી છે અને બે જગ્યાએ નામ ધરાવનારાઓ સામે ફોજદારી કરવા પણ ચૂંટણી તંત્ર સમક્ષ
માંગ કરી છે. તેમણે હજુયે સમય મર્યાદા વધારી બોગસ મતદારોને દૂર કરી લોકશાહીને જીવંત
રાખવા નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણી યોજવા ચૂંટણીપંચને વિનંતી કરી છે. આ બેઠકમાં રામદેવસિંહ
જાડેજા, ગનીભાઈ કુંભાર, એચ. એસ. આહીર,
હુશેનભાઈ રાયમા, રાણુભા જાડેજા, કિશોરદાન ગઢવી, રાજેશ આહીર, પુષ્પાબેન
સોલંકી, આઈસુબેન સમા સહિતના હાજર રહ્યા હતા.