• મંગળવાર, 03 માર્ચ, 2026

વાંઢાયમાં સાત દિવસીય શિબિરમાં 50 સ્વયંસેવકે ભાગ લીધો

ભુજ, તા. 2 : અહીંનાં સંસ્કારનગર સ્થિત સ્વામિનારાયણ વિદ્યાલય એન.એસ.એસ. વિભાગ દ્વારા વાંઢાયમાં યોજાયેલી સાત દિવસીય શિબિરમાં 50 સ્વયંસેવકે ભાગ લીધો હતો. દેશલપર (વાંઢાય)ના સરપંચ જયશ્રીબેન વસાણીના હસ્તે શિબિરનો આરંભ કરાયો હતો. ઉપસરપંચ કેતનભાઇ માવાણી, ધ્રુવભાઇ ધોળકિયા, સ્વામિનારાયણ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઇ પટેલ, સુપરવાઇઝર હિતેશભાઇ વ્યાસ, શ્રી લાખાણી, શ્રી જાડેજા, દિનાબેન તથા એસ.એસ.વી.ની ટીમ સાથે ગામના અગ્રણીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર એસ. એન. પટેલે સ્વાગત કર્યું હતું. આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રી વાઘેલાએ સાપ્તાહિક શિબિરનું મહત્ત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય સુરેશભાઇએ રાષ્ટ્ર નિર્માણમાં એનએસએસનાં કાર્યનાં મહત્ત્વ વિશે સ્વયંસેવકોને અવગત કર્યા હતા. દેશલપર (વાંઢાય) પ્રાથમિક શાળાના આચાર્ય ભારતીબેન કટુવાએ સ્વયંસેવકોને પ્રેરિત કર્યા હતા. એન.એસ.એસ. સાપ્તાહિક શિબિરમાં વાંઢાય-દેશલપર ગામ તેમજ મંદિરનાં પ્રાંગણની સફાઇ, જાગૃતિ રેલી, ભીંત પર સૂત્ર લેખન સર્વેક્ષણ, ગામના લોકોના વ્યકિતગત સંપર્ક દ્વારા સમસ્યા અંગેની માહિતી મળી હતી. દેશલપર શાળામાં અભ્યાસ કરતા બાળકોને શિક્ષણનાં માધ્યમથી નિબંધ, ચિત્ર, ગીત વિ. સ્પર્ધાઓ, રમતગમત સહિતની પ્રવૃત્તિઓ કરી બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કર્યા હતા. વ્યવસ્થામાં જયેશ, હરપાલસિંહ, નીરજ, ધર્મરાજ, આદિત્ય, પ્રિન્સ, નૈતિક વિ. સ્વયંસેવકો સહયોગી બન્યા હતા. સંચાલન વેકરિયા જયમીને અને આભારવિધિ વેકરિયા જયેશે કરી હતી. લલીતભાઇએ માર્ગદર્શન આપ્યું હતું.

Panchang

dd