હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 15 : ગ્લોબલ વોર્મિંગ એટલે કે, જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાં બાદ શિયાળાનું સમયચક્ર સદંતર ખોરવાયું છે. સામાન્ય રીતે કારતકમાં શરૂ થતો ગુલાબી ઠંડીનો ચમકારો માગશરમાં કડકડતી ઠંડીમાં ફેરવાતો હોય છે. આ વર્ષે માગશર મહિનો અડધો વીતી ચૂક્યો હોવા છતાં કચ્છમાં ઠંડીનો પારો હજુ એકલ આંકમાં માંડ પહોંચ્યો છે. હવામાન નિષ્ણાતોના મતાનુસાર વારંવાર સર્જાતી પશ્ચિમી વિક્ષોભની સ્થિતિ, અલનીનોની અસર અને અવારનવાર સર્જાતા ચક્રવાતનાં કારણે શિયાળો તેના નિર્ધારિત સમયગાળાથી મોડો પક્કડ જમાવી રહ્યો છે. આ વર્ષે ઠંડીની ચમક પોતાની પક્કડ જમાવી જ રહી હતી, ત્યાં બંગાળની ખાડીમાં દિતવાહ નામનું ચક્રવાત સર્જાતાં ઠંડીનાં કડકડતાં મંડાણ આડે અવરોધ સર્જાયો હતો. વળી પવનની દિશા પણ વારંવાર બદલાતી હોવાથી સવારે ઠંડી અને બપોરે હૂંફાળાં વાતાવરણ સાથે વિષમતા અનુભવાઈ રહી છે. જો કે, શિયાળાનું સમયચક્ર ખોરવાયાને એકાદ-બે વર્ષ નથી થયા, પણ છેલ્લા એક દાયકા કરતાં પણ વધુ સમયથી આ સ્થિતિ જોવા મળી રહી છે. ડિસેમ્બરનાં બીજાં પખવાડિયાંથી ક્રમશ: લઘુતમ તાપમાન ગગડવાની શરૂઆત થયા બાદ વિદાય લેતા વર્ષનાં અંતિમ અઠવાડિયાંમાં ગાત્રો ગાળતી ઠંડીની શરૂઆત થતી હોય છે.
ડિસેમ્બરમાં પારો શૂન્ય ડિગ્રી સુધી પહોંચ્યો છે
કચ્છમાં
ડિસેમ્બર અને જાન્યુઆરી એ બે મહિના કાતિલ ઠંડી અનુભવાતી હોય છે. ડિસેમ્બમાં તો ભુજ
અને નલિયામાં ભૂતકાળમાં લઘુતમ પારો શૂન્ય ડિગ્રી સુધી પહોંચ્યો છે. જો કે, છેલ્લા દાયકાની વાત કરીએ તો નલિયામાં પારો બે ડિગ્રી અને ભુજમાં સાત ડિગ્રી
સુધી પહોંચીને અટકી ગયો છે.
હોળી સુધી લંબાય છે શિયાળો
વીતેલા
દાયકા દરમિયાન ચોમાસાંની જેમ શિયાળો પણ પાછોતરો પ્રહાર કરે છે. નાતાલ પછીથી શરૂ થતો
ઠંડીનો ચમકારો કયારેક સામાન્ય વધઘટ સાથે હોળી સુધી લંબાતો હોય છે.
ડિસેમ્બરમાં છેલ્લા દાયકામાં
નોંધાયેલું
સાથી નીચું તાપમાન
વર્ષ ભુજ નલિયા
201પ 9.8 2.6
2016 12.7 7.8
2017 9.8 6.4
2018 10.6 4.4
2019 7.2 3.6
2020 9 2.પ
2021 9 3.4
2022 8.7 2.8
2023 8.8 8.પ
2024 13.2 4.7