પાલારા (તા. ભુજ), તા. 15 : આત્મીય બળથી સાર્થક સેવા કરવાથી શિવના કૃપાપાત્ર બની
શકાય. બ્રહ્મ એ શક્તિના એક સ્રોત છે, તેથી ઈશ્વરનું સ્મરણ દિલથી કરવું જોઈએ.
જીવનમાં કોઈ પણ સપનું સપર્મણથી સાકાર થાય તેવી વાત પાલારા યાત્રાધામ ખાતે નવનિર્માણ
પામેલા રામ-માધવ અન્નપૂર્ણા ઘરના ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત સન્માન સમારોહમાં ઉપસ્થિત
દાતા અને સામાજિક-રાજકીય અગ્રણીઓએ મંચ ઉપર કરી હતી. વતનથી દૂર નાસિક રહેતા ગઢશીશાના
દાતા નમિતાબેન સુહાસગિરિ અને ભુજ રહેતા દક્ષાબેન ભરતગિરિ ગોસ્વામી પરિવારે પોતાના વડીલ
સ્વ. રાજકુમારગિરિ નથુગિરિ અને સ્વ. માધવગિરિ નથુગિરિની પરમ સ્મૃતિમાં શિવભક્તો અને
યાત્રિકોની સુવિધા અર્થે આધુનિક રામ-માધવ અન્નપૂર્ણા ઘરનું માતબર રકમના દાનથી નિર્માણ
કરી આપ્યું છે. 2500 ફૂટના
બાંધકામમાં રસોડું અને મોટા હોલ સહિતની સારી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. દાતા પરિવારે યાત્રાધામ
નિભાવ ખર્ચને પહોંચી વળવા રૂા. એક કરોડ માતબર રકમ ફિક્સ ડિપોઝિટ માટે એકત્રિત કરવાનો
સંકલ્પ જાહેર કર્યો હતો.
બે
એકર જમીનનું દાન
આ
અવસરે મૂળ ઝીંકડીના અને વર્ષોથી પાલારા ગામને કર્મભૂમિ બનાવીને ખેતીકામ કરતા આહીર કાનાભાઈ
દેવરાજ ગાગલે તેરા તુજકો અર્પણની ભાવનાથી પાલારા શિવાલયની બાજુમાં આવેલ પોતાની બે એકર
કિંમતી જમીન મંદિર વિકાસ સમિતિને યાત્રિકોની સુવિધા અર્થે અર્પણ કરીને પુણ્યનું ભાથું
બાંધ્યું હતું. ભૂમિદાતા કાનાભાઈ તરફથી સમયાંતરે રોકડ દાન મળતું રહે છે. આ ઉપરાંત પાલારાના
સિંહની જેને ઉપમા આપવામાં આવતી એવા સ્વર્ગીય પાંચાભાઈ દેવરાજ ગાગલની પુણ્યસ્મૃતિમાં
પત્ની મોઘીબેન પાંચાભાઈ ગાગલ તરફથી યાત્રાધામમાં ત્રીજું પ્રવેશદ્વાર બનાવી આપવાની
જાહેરાત કરાઈ હતી.
અગ્રણીઓનું
સન્માન
અન્નપૂર્ણા
ઘરનું પૂજન-અર્ચન કરાયા બાદ દાતા સુહાસગિરિ અને ભરતગિરિ સહિતના પરિવારનું બહુમાન કરાયું
હતું. કાર્યક્રમમાં પાલારા ગામનું શિક્ષણ ક્ષેત્રે ગૌરવ વધારનાર કોમલ કરશન ગાગલ, માનસી શંભુગિરિ ગુંસાઈ, ધર્મિલા રણછોડ ગાગલ અને સેજલ
રમેશ મોતાનું સન્માન કરાયું હતું. રાજગોર સમાજના પ્રમુખ વિજય ગોર, ભૂરાભાઈ બત્તા, મયૂર ગોર, કૈલાસ
હરિભાઈ જાટિયા, ભૂપેન્દ્ર માકાણી, જેલ અધીક્ષક
બી. બી. પરમાર, રાજેશ ગોર, અરવિંદ કાનજી,
હરજીભાઈ કે. ગોરસિયા અને વાલાભાઈ બત્તા, અંબાલાલ
મોતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલારા વિકાસના અરવિંદ ગોર, સામજી ગાગલ, જયેશ જોશી, માવજી આહીર,
શંભુગર ગુંસાઈ, કાનાભાઈ આહીર, પ્રભુ મારાજ, કિશોર બાપુ, પ્રફુલ્લ
જોશી, ગીતાબેન બાવા, ઈન્દિરાબેન અજાણી સહિતના
હસ્તે મહાનુભાવોનું સન્માન કરાયું હતું. સંચાલન-આભારદર્શન વસંત અજાણીએ કર્યું હતું.
વ્યવસ્થામાં નરેન્દ્ર મોતા, શિવમ ગુંસાઈ, હેત કરશન, હેમેન્દ્ર હરિભાઈ, કરશન
પાંચાભાઈ, રણછોડ કાનાએ સહયોગ આપ્યો હતો. અનિલ વ્યાસ, જીત મોતા, રાજેશ વિઠ્ઠા, વિજય શેઠ,
શાંતિલાલ બાવાએ યાત્રાધામના વિકાસકાર્યમાં ઉપયોગી થવાની તત્પરતા દાખવી
હતી.