• ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026

ખાનગી કંપનીના સહયોગથી હોમગાર્ડ કાર્યાલયનું નિર્માણ

દહીંસરા (તા. ભુજ), તા. 15 : કેરા ગામે ખાનગી કંપનીના સહયોગથી નિર્માણ પામનારા હોમગાર્ડ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. કેરામાં વર્ષોથી હોમગાર્ડ સેવા કાર્યરત છે, પરંતુ ઓફિસનું મકાન હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગ્રામપંચાયત સરપંચ મદનગિરિ ગુંસાઇ તથા પૂર્વ ઓ.સી. શાંતિલાલ મહેશ્વરીના સહયોગથી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને હોમગાર્ડ હમીરભાઇ આર. મહેશ્વરીના પ્રયત્નોથી ઓફિસ નિર્માણ કાર્ય પ્રારંભ કરાયો હતો. પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઇ બારોટની પ્રેરણાથી હીરજીભાઇ મહારાજના હસ્તે હોમગાર્ડ દળના યુનિટ ઇન્ચાર્જ ઓફિસર હિંમતલાલ શેખા તથા જવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ખાતમુહૂર્ત કરાયું હતું. સમગ્ર ખર્ચ સુમીટુમો કેમિકલ્સ કંપની દ્વારા આપવામાં આવશે તેવું જણાવાયું હતું. કેરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્વરે કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરાઇ હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd